છેલ્લા કેટલાક દસકાઓમાં પોતાના કામને કારણે વિદેશમાં રહેતા ભારતીયની સંખ્યામાં વૃદ્ધિ જોવામાં આવી છે. જોકે. મહામારીની શરૂઆત થવાની સાથે જ મુસાફરીમાં પ્રમાણ પર નિયંત્રણ જોવામાં આવ્યું હતું. જો કે, હવે પરિસ્થિતિ સુધરી રહી હોવાને કારણે લોકોએ વિશ્વના વિવિધ ભાગોમાં મુસાફરી કરવાનું શરૂ કર્યું છે. તમે પોતાના દેશમાં રહેતા હોવ કે વિદેશમાં, પરંતુ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવો એ એક જરૂરીયાત છે, પસંદગી નહીં. એક સામાન્ય પ્રશ્ન જે દરેક બિનનિવાસી ભારતીયના મનમાં થાય છે, તે છે કે શું NRI
હેલ્થ ઇન્શ્યોરન્સ ભારતમાં ખરીદી શકે છે?? આ લેખમાં, આપણે ભારતમાં NRI માટે હેલ્થ ઇન્શ્યોરન્સ વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું.
શું NRI ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકે છે?
ચાલો આપણે મૂળભૂત બાબતો પર વિચાર કરીએ. NRI વ્યક્તિઓના મનમાં એક સામાન્ય ખોટી ધારણા છે કે તેઓ ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકતા નથી. પરંતુ આ સત્ય નથી. રહેઠાણનો પુરાવો, ITR અને ખરીદી કરવા માટે જરૂરી વિવિધ અન્ય ડૉક્યૂમેન્ટ જેવા પુરાવા પ્રદાન કરીને NRI હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકે છે. જો NRI વ્યક્તિ તેમના રહેઠાણના દેશમાં પ્લાન હેઠળ કવર કરવામાં આવેલ હોય તો પણ તેઓ ભારતમાં મેડિકલ ઇન્શ્યોરન્સ ખરીદી શકે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના શબ્દોને સમજો
જ્યારે હેલ્થ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાની વાત આવે છે, ત્યારે થોડો સમય આપીને પ્લાનની સંપૂર્ણ સમજણ લેવાની ભલામણ કરવામાં આવે છે. કોઈપણ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવામાં મહત્વની વાત એ છે કે તે માટે ઉતાવળ ન કરવી જોઈએ તથા ભારતમાં
મેડિકલ ઇન્શ્યોરન્સ અંતર્ગત સમાવિષ્ટ નિયમો અને શરતોને સમજવા જોઈએ.. કેટલાક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ભૌગોલિક મર્યાદા લાગુ પડતી હોય છે. આ કલમ દ્વારા સૂચવવામાં આવે છે કે સંબંધિત પ્લાન હેઠળ ભારતની સીમા બહાર થયેલા કોઈપણ ખર્ચને કવર કરવામાં આવશે નહીં. આ સમજવા માટે એક સરળ ઉદાહરણ લઇએ, જેમાં શ્રી X યુકેમાં રહે છે અને તેમને તાત્કાલિક મેડિકલ સારવારની જરૂર છે. મેડિકલ સારવારમાં થયેલ કોઈપણ ખર્ચને ભારતના ઇન્શ્યોરર દ્વારા કવર કરવામાં આવશે નહીં. જો કે, લાગુ નિયમો અને શરતોને આધિન, ભારતની કેટલીક હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ભારતની બહાર કરાવવામાં આવતી કોઈ સારવાર કવર કરવામાં આવે છે. તેથી, એનઆરઆઇ વ્યક્તિઓએ પૉલિસી નિયમાવલી પર ખૂબ ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે તેની મદદથી તેઓ માહિતીસભર નિર્ણય લઈ શકે છે.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
એક ઓવરવ્યૂ: NRIને ભારતમાં મળતા હેલ્થ ઇન્શ્યોરન્સ ટૅક્સ લાભો
આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ, ચૂકવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કર કપાતમાંથી મુક્તિ પ્રાપ્ત રહે છે. આ એનઆરઆઈ તેમજ ભારતીય નિવાસી જેવી સરળતાથી આ સુવિધાનો લાભ લઈ શકે છે. આ અધિનિયમની અંદર, વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા વ્યક્તિ સરળતાથી ₹25,000 પ્રીમિયમ સુધીની કર મુક્તિનો ક્લેઇમ કરી શકે છે. વરિષ્ઠ નાગરિકો માટે, મેળવેલ કર લાભ ₹ 25, 000 સુધી હોઈ શકે છે. આનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિની ભારતમાં ટૅક્સ જવાબદારી છે અને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવવામાં આવે છે, તો ટૅક્સ લાભો મેળવી શકાય છે.
*પ્રવર્તમાન કાયદા મુજબ ટૅકસમાં મળતા લાભમાં ફેરફાર થઈ શકે છે.
શું NRI માટે કોઈ વિશિષ્ટ માર્ગદર્શિકા છે?
NRI માટે માર્ગદર્શિકા નિર્ધારીત કરેલ છે જેનું ઇન્શ્યોરન્સ કંપનીઓને ચૂક્યા વિના પાલન કરવાનું રહે છે. ઇન્શ્યોરન્સ કંપનીઓના જણાવ્યા મુજબ, ક્લેઇમ સમયે તથ્યોની પુષ્ટિ કરવામાં પડતી તકલીફ અને જ્યારે વ્યક્તિ વિદેશમાં રહેતી હોય ત્યારે તેની અધિકૃતતા નક્કી કરવામાં પડતી મુશ્કેલીને પરિણામે NRIને ભારતમાં રહેતા લોકો કરતાં વધુ જોખમ રહેલું છે. તેથી, ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા આવા કોઈપણ કિસ્સાઓ નકારવામાં આવે છે. જો આવી કોઈપણ પરિસ્થિતિ કવર કરવામાં આવે છે, તો તેની સમ ઇન્શ્યોર્ડ મર્યાદિત હોય છે. ભારતમાં તબીબી ચેક-અપ માટેની શરતો પણ વધુ ચુસ્ત હોય છે.
સંક્ષિપ્તમાં
દેશ કોઈ પણ હોય, પરંતુ તમારી જરૂરિયાતોને પૂર્ણ કરનાર મેડિકલ ઇન્શ્યોરન્સ પસંદ કરો. જો તમારો પરિવાર હોય, તો પસંદ કરો
ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન. યાદ રાખો, ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સના લાભ મેળવવા માંગતા કોઈપણ NRI એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના નિયમોનું સખત રીતે પાલન કરવું જોઈએ.
ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો