રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Immunity Booster Foods for kids
14 સપ્ટેમ્બર , 2020

કોરોનાવાઇરસના સંકટ સમયમાં રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે 3 સરળ અસરકારક રેસિપી

કોવિડ – 19 અથવા કોરોનાવાઇરસ રોગ આખી દુનિયાના લોકોને અસર કરે છે અને હજુ પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમને ખાતરી છે કે તમારે સામાજિક અંતર જાળવવું જોઇએ, ઘરની અંદર રહેવું અને રોગને પ્રસરતો રોકવા માટે તમામ પ્રકારની સાવચેતીઓ લેવી જોઈએ. જે રીતે કોરોનાવાઇરસના કેસ સતત વધી રહ્યા છે, તેમ તમારા ક્વૉરંટાઇન સમયનો ઉપયોગ રસોડામાં વાનગીઓ સાથે પ્રયોગ કરવા માટે કરી શકો છો, જે તમને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. આ સમયમાં હેલ્ધી લાઇફસ્ટાઇલ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાની શ્રેષ્ઠ રીત છે, તમે પૌષ્ટિક અને તાજું ભોજન ખાઇને પણ રોગપ્રતિકારક શક્તિને વધારી શકો છો. તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે તેવા આહારનું સેવન કરીને તમારા સમયનો અસરકારક ઉપયોગ કરી શકો છો. કોરોનાવાઇરસના આઉટબ્રેકને કારણે ક્વૉરંટાઇન સમય દરમિયાન તૈયાર કરી શકાય તેવી આ સરળ અને ઝડપી રેસિપી જુઓ:
  1. કાકડી-ફૂદીનાવાળી છાસ – જો આ ગરમ ઉનાળામાં ઠંડુ પીણું આરોગ્યપ્રદ પદાર્થોને વાટીને કે ઘસીને બનાવવામાં આવે તો, તે વધારે તરોતાજા બનાવતું પીણું બને છે.
    • છાસ અને કાકડી રોગપ્રતિકારક શક્તિ વધારતા ખોરાક છે.
    • ફુદીનામાં વિટામિન સી હોય છે અને તે રોગપ્રતિકારક તંત્રને રક્ત કોશિકાઓ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જે કોઇપણ ચેપ સામે લડવા માટે મહત્વનું છે.
કાકડી-ફુદીનાવાળી છાસ બનાવવા માટે જરૂર પડશે નીચેની સામગ્રીની:
  • કાકડી: 1
  • દહીં: ½ કપ
  • પાણી:1.5 કપ
  • ફુદીનાનાં પાન
  • કોથમીરનાં પાન (વૈકલ્પિક)
  • મીઠું
  • શુગર
  • આદુ: 1 ઇંચ (વૈકલ્પિક)
  • શેકેલા જીરુંનો પાવડર (વૈકલ્પિક)
રેસિપી:
  • મુલાયમ પેસ્ટ બનાવવા માટે બ્લેન્ડરમાં કાકડી અને ફુદીનાનાં પાન લો. જો તમે વૈકલ્પિક સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા હોવ તો, તમે કાકડી અને ફુદીનાને ક્રશ કરતી વખતે તેમાં ઉમેરી શકો છો.
  • આ મુલાયમ પેસ્ટમાં દહીં ઉમેરો અને ફરીથી ક્રશ કરી લો.
  • આ સ્મૂધીમાં પાણી ઉમેરો અને તૈયાર છે તમારી છાસ.
  • તમે આને કોથમીરનાં પાન અને શેકેલા જીરુંના પાવડરથી સજાવી શકો છો.
  1. આદુની ચા: લીંબુ અને મધ સાથે આદુની ચા એ ગળાના દુખાવાને મટાડવા અને તમારા શરીરને ડિટોક્સિફાઇ કરવાની અસરકારક રીત છે. આ તમારા શરીરને ચેપી રોગો સામે લડવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ મદદ કરે છે.
    • આદુ સોજાને ઘટાડવામાં પણ મદદ કરે છે.
    • લીંબુમાં ભરપૂર વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે.
આદુની ચા બનાવવા માટે જરૂર પડશે નીચેની સામગ્રીની:
  • આદુ: 1 ઇંચ
  • લીંબુનો રસ: 1 ટેબલસ્પૂન
  • મધ: 1 ટેબલસ્પૂન
  • પાણી: 1.5 કપ
રેસિપી:
  • સોસપેનમાં પાણીને ઉકાળવા માટે મૂકો.
  • આ ઉકળતા પાણીમાં છીણેલું આદુ ઉમેરો.
  • આદુને 2-3 મિનિટ સુધી પાણીમાં ઉકળવા દો.
  • બીજા એક વાસણમાં અલગથી લીંબુનો રસ અને મધ મિક્સ કરો.
  • હવે આ જ વાસણમાં આદુવાળા ગરમ પાણીને ગાળી લો.
  • મિશ્રણને હલાવો અને તૈયાર છે રોગપ્રતિકારક શક્તિ વધારતી આદુની ચા.
  1. પાલક-લસણનો સૂપ: પાલક અને લસણમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની શક્તિ છે. આ ઉપરાંત, પાલકમાં ભરપૂર વિટામિન સી હોય છે અને તેમાં અસંખ્ય એન્ટી-ઑક્સિડન્ટ છે. લસણ બ્લડ પ્રેશરને ઘટાડવામાં અને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે.
પાલક-લસણનો સૂપ બનાવવા માટે જરૂર પડશે નીચેની સામગ્રીની:
  • પાલક: 2 કપ સમારેલું
  • ડુંગળી: ½ કપ સમારેલી
  • લસણ: 3 – 4 કળીઓ
  • ચણાનો લોટ: 1 ટેબલસ્પૂન
  • પાણી: 2 કપ
  • કાળામરી
  • મીઠું
  • માખણ
  • શેકેલા જીરુંનો પાવડર
રેસિપી:
  • એક પેનમાં માખણ ગરમ કરી તેમાં ઝીણી સમારેલી લસણની કળીઓ સાંતળી લો.
  • ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતળો.
  • ત્યાર બાદ તેમાં ધોઇને સમારેલાં પાલકનાં પાન ઉમેરો.
  • ત્યારબાદ, તેમાં તમારા સ્વાદ અનુસાર કાળામરી અને મીઠું ઉમેરો.
  • બધું જ બરાબર મિક્સ કરી લો અને ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરો.
  • પેનમાં પાણી ઉમેરો જેથી બધી જ સામગ્રી બરાબર ચઢી જાય.
  • અંતે તેમાં જીરું પાવડર ઉમેરો.
  • ગેસની આંચ બંધ કરો અને આ મિશ્રણને ગેસ પરથી નીચે ઉતારીને ઠંડુ પડવા દો.
  • હવે આ રાંધેલ મિશ્રણને મુલાયમ બનાવવા માટે બ્લેન્ડ કરી દો.
  • સૂપનું સેવન કરતાં પહેલાં તેને ગરમ કરી લો.
અમે સમજીએ છીએ કે, મહામારીના આ સમયમાં તણાવ અને ભયથી બચવા માટે પૂરતી તૈયારી કરવી અને નિવારક પગલાં લેવાં એ શ્રેષ્ઠ રીત છે. અમે આશા રાખીએ છીએ કે, આ સરળ રેસિપી સાથે, તમે તમારી કેટલીક ચિંતાઓ ભૂલી જાઓ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે તેવા પ્રશ્નોના જવાબ શોધો. અમે ઇચ્છીએ છીએ કે, આ ગંભીર સમય દરમિયાન તમે કવર રહો અને સુરક્ષિત રહો. આ રીતે, અમારા અસંખ્ય લોકો સાથે અમે તમારી પણ કાળજી લઇએ છીએ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનસાથે, જે તમને કોવિડ – 19 (કોરોનાવાઇરસ રોગ) સામે કવર કરી શકે છે. અમે આશા રાખીએ છીએ કે તમે અને તમારા પ્રિયજનો સુરક્ષિત અને સ્વસ્થ રહો અને ઇમરજન્સીના સમય દરમિયાન કોવિડ - 19 સામે લડવાની શક્તિ મેળવો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે