રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Important health insurance lessons in times of COVID-19
29 નવેમ્બર, 2021

અહીં 05 હેલ્થ ઇન્શ્યોરન્સના પાઠ છે જે કોવિડ-19 એ આપણને શીખવાડ્યા છે

કોવિડ-19 આઉટબ્રેકે આપણને સૌને હચમચાવી નાખ્યા હતા. તેણે જીવન જીવવાનો માર્ગ બદલ્યો છે. આ વૈશ્વિક સંકટના પછી, આપણે ધીમે ધીમે ન્યૂ નોર્મલ અપનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ બધા વચ્ચે, આપણી પાસેની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પર્યાપ્ત છે કે નહીં તે પોતાને પૂછવાનો સમય આવી ગયો છે. અમે તબીબી બિલ, હૉસ્પિટલાઇઝેશન ખર્ચ, નિદાન ખર્ચ વગેરે વિશે ઘણી વાર્તાઓ સાંભળી લીધી હતી. ઘણા પરિવારોની બચત ખતમ થઇ ગઇ છે. જે પરિવારોમાં એક કરતાં વધારે સભ્યો કોવિડ-19 સંક્રમિત હતા તેમની પરિસ્થિતિ તો આનાથી પણ વધારે ભયજનક હતી. આ માટે પર્યાપ્ત હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ હોવું ખૂબજ મહત્વનું છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી એક જરૂરિયાત છે અને લક્ઝરી નથી. આજે અમે તમને હેલ્થ ઇન્શ્યોરન્સના એ મહત્વપૂર્ણ પાઠ શીખવીએ છીએ, જે કોવિડ-19 એ આપણને શીખવાડ્યા છે.

કોવિડ-19 દરમિયાન મળી હેલ્થ ઇન્શ્યોરન્સ સંબંધિત 05 શીખ

તે એક ખૂબજ મુશ્કેલ રસ્તો હતો, પરંતુ ઘણા મહત્વના પાઠ શીખવાડ્યા છે. મહામારીએ આપણને શીખવ્યા હોય તેવા નીચેના હેલ્થ ઇન્શ્યોરન્સના પાઠ જુઓ:

1. પર્યાપ્ત સમ ઇન્શ્યોર્ડ

આવા મુશ્કેલ સમયમાં, પ્રથમ શીખ એ છે કે પર્યાપ્ત હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ હોવું જોઈએ. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરતી વખતે, જરૂરિયાતનું મૂલ્યાંકન કરો. વધતા ફુગાવાના પાસાને ધ્યાનમાં લો અને તેના પછી જ યોગ્ય હેલ્થ કવર પસંદ કરો. ઉચ્ચ મેડિકલ ઇન્શ્યોરન્સ કવર લેવાની ભલામણ કરવામાં આવે છે. પ્લાનમાં ઑફર કરવામાં આવતી વિશેષતાઓ અને લાભો જુઓ.

2. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની સમીક્ષા કરો

જો પરિવારમાં એકથી વધુ સભ્ય બીમાર પડે તો તેનો અર્થ એ છે કે માત્ર વ્યક્તિગત હેલ્થ પ્લાન પૂરતો ન હોઈ શકે. ફ્લોટર હેલ્થ પ્લાન ધરાવતા કોઈપણ વ્યક્તિને ખાતરી કરવી જરૂરી છે કે એકંદર સમ ઇન્શ્યોર્ડ વધુ હોવી જોઈએ. આ પરિવારના બહુવિધ સભ્યોને સમાવવામાં મદદ કરશે. વધુમાં, હાલના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની સમીક્ષા કરવી વધુ સારી બાબત છે. જો તમારી પાસે તાત્કાલિક આશ્રિત છે તો યોગ્ય પ્રકારની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો. જલ્દીમાં પ્લાન ખરીદશો નહીં, પૂરતો સમય લો અને પછી સમજદારીપૂર્વક નિર્ણય લો.

3. હેલ્થ ઇન્શ્યોરન્સ ટર્મિનોલોજીને સમજો

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે ઇન્શ્યોરન્સ સંબંધિત શરતોને પણ સમજવી મહત્વપૂર્ણ છે. રૂમ ભાડાની મર્યાદા અને સહ-ચુકવણી કોઇ મેડિકલ ઇન્શ્યોરન્સ. ના મહત્વપૂર્ણ લાભ હોય છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ આવી સુવિધાઓ સાથે આવે છે. શરૂઆતમાં, તમે વિચારી શકો છો કે તમે અતિરિક્ત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવી રહ્યા છો, છતાં, કોઈપણ સબ-લિમિટ અને કો-પેમેન્ટ વગર જવું વધુ સારું છે. તમારે અજ્ઞાત મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં રોકાણને લિક્વિડેટ કરીને મૂડીની વ્યવસ્થા કરવા વિશે વિચારવાની જરૂર નથી. મનની શાંતિ માટે ખર્ચેલ દરેક રકમ યોગ્ય છે.

4. કર્મચારીનું કવર પૂરતું ન હોઈ શકે

જો તમે પગારદાર વ્યક્તિ છો, તો તમને કંપની દ્વારા હેલ્થ પ્લાન હેઠળ કવર કરી લેવામાં આવી શકે છે. જો કે, નિયોક્તાઓ દ્વારા નાનું હેલ્થ કવરેજ ઑફર કરવામાં આવે છે. તેથી, વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી સારી બાબત છે. મહામારી દરમિયાન, ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે. આવી સ્થિતિમાં, જો તમે ફક્ત તે ઇન્શ્યોરન્સ પર આધાર રાખશો, તો જ્યારે અનિશ્ચિતતા આવી પડશે ત્યારે તે શૂન્ય કવરેજમાં પરિણમશે.

5. યોગ્ય પૉલિસી પસંદ કરો

આજે અમારી પાસે બજારમાં ઉપલબ્ધ વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે. અમારી પાસે કોવિડ-19 સમર્પિત પૉલિસીઓ પણ છે. કોવિડ-19 કોઈપણ હેલ્થ પ્લાન હેઠળ બાકાત નથી તે સમજવું મહત્વપૂર્ણ છે અને તે કવર કરવામાં આવે છે. તેથી, જો તમારી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોય, તો આદર્શ રીતે, કોવિડ વિશિષ્ટ પ્લાનની જરૂર નથી. તેથી, ઉચ્ચ કવર સાથે વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવો વધુ સારું છે.

સો વાતની એક વાત

આ ચાલુ મહામારીમાં, આપણામાંથી દરેક વ્યક્તિ એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ ગયા છે. હવે એ પાઠમાંથી શીખ મેળવવાનો સમય આવી ગયો છે. એક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તે મહત્વપૂર્ણ છે કારણ કે તે અણધારી ઘટનાના કિસ્સામાં નાણાંકીય સુરક્ષા પ્રદાન કરે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને વધારાનો ખર્ચ ન માનવો જોઇએ.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે