રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Ways to Strengthen Your Mental Health
12 એપ્રિલ, 2021

મેન્ટલ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાનો અર્થ છે તમારી તમામ તબીબી જરૂરિયાતો માટે તૈયાર રહેવું. તમારા જીવનસાથી, બાળકો કે માતાપિતા માટે તમે તમારી જરૂરિયાતો અનુસાર હેલ્થ પ્લાન કસ્ટમાઇઝ કરી શકો છો. પરંતુ માનસિક સ્વાસ્થ્ય વિશે શું? શું તમારા પ્રિયજનોને કોઈપણ માનસિક બીમારીઓ માટે કવર કરવામાં આવેલ છે? તમે નોંધ્યું હશે કે અગાઉ મોટાભાગના ઇન્શ્યોરર દ્વારા માનસિક સ્વાસ્થ્યને લગતી સ્થિતિઓ બાકાત રાખવામાં આવતી હતી, પરંતુ હવે તેમ નથી. અહીં મેન્ટલ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ વિશે સંક્ષિપ્તમાં સમજૂતી આપેલ છે.   મેન્ટલ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવે છે? છેલ્લા થોડાં સમયથી માનસિક સ્વાસ્થ્ય પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જે બીમારીની ગંભીરતા સમજાવે છે. હવે તેને અવગણી શકાતું નથી અને ઘણા વ્યક્તિઓ જેને અનુભવી ચૂક્યા છે તેવી ગંભીર સમસ્યા તરીકે જોવામાં આવી રહી છે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (આઇઆરડીએઆઇ) તરત જ માનસિક સ્વાસ્થ્યને કવર કરવા તરફ કામ શરૂ કરવામાં આવ્યું, જેના પરિણામે મેન્ટલ હેલ્થકેર અધિનિયમ, 2017 અસ્તિત્વમાં આવ્યો. આ અધિનિયમ દ્વારા આવી બીમારીઓથી પીડિત વ્યક્તિઓને યોગ્ય સારવાર અને સેવાઓ પ્રદાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મેન્ટલ હેલ્થકેર અધિનિયમ, 2017 અનુસાર માનસિક બીમારી એટલે "વિચારસરણી, મૂડ, ધારણા, અભિગમ અથવા યાદશક્તિનો નોંધપાત્ર વિકાર, જેને કારણે નિર્ણયશક્તિ, વર્તણૂક, વાસ્તવિકતાને ઓળખવાની ક્ષમતા અથવા જીવનની સામાન્ય માંગને પહોંચી વળવાની ક્ષમતાને ઘેરી અસર પહોંચે છે, આલ્કોહોલ અને માદક દ્રવ્યોના દુરુપયોગ સાથે સંકળાયેલ માનસિક પરિસ્થિતિઓ, પરંતુ તેમાં માનસિક મંદતા, કે જેમાં વ્યક્તિના મનનો વિકાસ થતો અટકી જાય છે અને બુદ્ધિ સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઓછી હોય છે, તેનો સમાવેશ થતો નથી". આમ, તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માં મેન્ટલ હેલ્થ ઇન્શ્યોરન્સ કવર કરવામાં આવે છે, જેના હેઠળ, જો તમારી માનસિક સ્થિતિ ઉપરોક્ત માપદંડ અનુસાર હોય, તો તમે ક્લેઇમ કરી શકો છો.   મેન્ટલ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ હેઠળ શું કવર કરવામાં આવતું નથી? અધિનિયમની વ્યાખ્યાના આધારે, બે સ્પષ્ટ બાકાત છે જે તમારે વિશે જાણવું જોઈએ. સૌ પ્રથમ, કોઈ વ્યક્તિ દ્વારા અનુભવાતી કોઈપણ પ્રકારની મંદબુદ્ધિની તકલીફ અને ડ્રગ્સ અથવા આલ્કોહોલના દુરુપયોગથી ઉદ્ભવતી માનસિક બીમારી. ઉપરાંત, મેન્ટલ હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા માત્ર હૉસ્પિટલાઇઝેશનના પરિણામે થતા ખર્ચને કવર કરવામાં આવે છે, એટલે કે કન્સલ્ટેશન જેવી આઉટ-પેશન્ટ સારવારને કવર કરવામાં આવતી નથી. તમારા હેલ્થ પ્લાનમાં કેટલીક ચોક્કસ માનસિક બીમારીઓ માટે બાકાત હોઇ શકે છે, જેમાં કેટલાક પ્રતીક્ષા અવધિવાળા હોઇ શકે છે. પહેલાંથી હોય તેવી સ્વાસ્થ્યને લગતી તકલીફોની જેમ, તમારે પહેલાંથી હાજર માનસિક તકલીફોને લગતી કલમોનું પણ ધ્યાન રાખવું પડશે. તેથી, તમારા પૉલિસી ડૉક્યૂમેન્ટને કાળજીપૂર્વક વાંચવાની અને નિયમો અને શરતો સાથે બાકાતને સમજવાની ભલામણ કરવામાં આવે છે.   મેન્ટલ હેલ્થ ઇન્શ્યોરન્સ વિશે તમારે જાણવા જેવી કેટલીક બાબતો   મેન્ટલ હેલ્થ ક્લેઇમ દાખલ કરવા માટે હૉસ્પિટલાઇઝેશનનો ન્યૂનતમ સમયગાળો કેટલો હોય છે? ઓછામાં ઓછું 24 કલાકનું હૉસ્પિટલાઇઝેશન હોવું જરૂરી છે ઇન્શ્યોરન્સ ક્લેઇમ મેન્ટલ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ.   શું ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા મેન્ટલ હેલ્થ કવરેજ હેઠળ OPD અથવા કન્સલ્ટેશન શુલ્ક કવર કરવામાં આવે છે? જોકે અધિનિયમની માર્ગદર્શિકામાં શારીરિક અથવા માનસિક બિમારી વચ્ચે કોઈ ભેદ ન કરવાનું જણાવવામાં આવેલ છે, પરંતુ તે દરેક ઇન્શ્યોરર માટે અલગ હશે. પરંતુ ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા શારીરિક બીમારીઓ માટે પણ આઉટ-પેશન્ટ સારવાર કવર કરવામાં આવતી નથી, તેથી તમારા ઇન્શ્યોરરનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.   મેન્ટલ હેલ્થ વિકારની સૂચિ હેઠળ કઈ બીમારીઓ આવે છે? નીચે જણાવેલ કેટલીક જાણીતી માનસિક બીમારીઓનો સૂચિમાં સમાવેશ થાય છે:
  • બાઇપોલર વિકાર
  • અક્યુટ ડિપ્રેશન
  • ઍંગ્ઝાયટિ ડિસઓર્ડર
  • સ્કિઝોફ્રેનિઆ
  • મૂડ ડિસઓર્ડર
  • સાયકોટિક ડિસઓર્ડર
  • પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર
  • ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર
  • એટેન્શન-ડેફિસિટ/હાઇપરઍક્ટિવિટી ડિસઓર્ડર
  માનસિક સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓનો સમાવેશ એટલે શું? તમારા હેલ્થ પ્લાન હેઠળ મેન્ટલ ડિસઓર્ડરનો સમાવેશ એટલે કે જો તમને માનસિક બીમારીઓ માટે કવર કરવામાં આવે છે તો ઇન્શ્યોરર ક્લેઇમ નકારી શકતા નથી. ઉપરાંત, જો હેલ્થ પ્લાન ખરીદ્યા પછી તમને કોઈ ડિસઓર્ડરનું નિદાન થાય છે, તો તમે સફળતાપૂર્વક ક્લેઇમ કરી શકો છો. પરંતુ ઇન્શ્યોરર પૉલિસી હેઠળ પહેલાંથી હાજર માનસિક બીમારીઓને કવર કરવા માટે જવાબદાર નથી તેથી પૉલિસીના નિયમો અને શરતોને ચકાસો અને ખરીદી પહેલાં તમારા તમામ પ્રશ્નોના નિરાકરણ કરો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે