રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
All About Travel Insurance Claims
30 એપ્રિલ, 2021

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ વિશે તમારે જાણવા લાયક તમામ બાબતો

વિદેશની મુસાફરીનું આયોજન કરતી વખતે જરૂરી એવા અન્ય કોઈપણ સામાન જેટલો જ જરૂરી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ છે. મુસાફરી સંબંધિત જોખમો ઘણા હોઈ શકે છે અને આ જોખમો સામે પોતાને સુરક્ષિત કરવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો છે. ઉદાહરણ તરીકે, વિદેશમાં હૉસ્પિટલાઇઝેશનની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં થતો ખર્ચ મોટો હોઈ શકે છે. પરંતુ જો તમારી પાસે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન છે, તો બીમારીને કારણે ઉદ્ભવતા આર્થિક બોજની કાળજી પૉલિસી દ્વારા લેવામાં આવશે.

તબીબી ખર્ચ, ઇવેક્યુએશન અને રિપેટ્રિએશન ઉપરાંત, તમે ચેક-ઇન સામાન ખોવાઈ જવાના કિસ્સામાં, સામાનમાં વિલંબ, વ્યક્તિગત અકસ્માત, પાસપોર્ટ ખોવાઈ જવાના કિસ્સામાં, પ્રવાસમાં વિલંબ અથવા હાઇજેકના કિસ્સામાં તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માં ક્લેઇમ દાખલ કરી શકો છો. વાસ્તવમાં, બજાજ આલિયાન્ઝ વિદેશમાં ગોલ્ફ ટુર્નામેન્ટ માટે પણ કવર પ્રદાન કરે છે. વિદેશની હૉસ્પિટલો અને સ્થાનિક સર્વિસ પ્રદાતાઓ સાથે સંકલન એ ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં ક્લેઇમ સેટલમેન્ટનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય આસિસ્ટન્સ કંપનીઓ અથવા પાર્ટનરનું મોટું નેટવર્ક કામમાં આવે છે. બજાજ આલિયાન્ઝ 30 થી વધુ દેશોમાં આસિસ્ટન્સ કંપનીઓનું નેટવર્ક ધરાવે છે જેના દ્વારા તબીબી સહાય, ક્લેઇમની પ્રક્રિયા, રિપેટ્રિએશન અને ઇવેક્યુએશન સર્વિસ અને અન્ય સર્વિસ શક્ય બને છે. જે દેશમાં પાર્ટનર નથી, ત્યાં બજાજ આલિયાન્ઝ ક્લેઇમ કરનારની સમસ્યા, વિનંતી (ઇવેક્યુએશન અથવા રિપેટ્રીએશન માટે) અને ક્લેઇમના ઉકેલ માટે સીધા હૉસ્પિટલો અને અન્ય સર્વિસ પ્રદાતાઓ સાથે સંકલન કરે છે.  

બજાજ આલિયાન્ઝના લાભ

બજાજ આલિયાન્ઝ ભારતમાં એકમાત્ર ખાનગી જનરલ ઇન્શ્યોરર છે જે મુસાફરીના ક્લેઇમને સંભાળવા માટે ઇન-હાઉસ ટીમ ધરાવે છે. ગ્રાહકને તેનો નીચે જણાવ્યા મુજબ લાભ મળે છે:
  • આંતરરાષ્ટ્રીય ટોલ-ફ્રી ફોન અને ફેક્સ નંબર
  • 24x7 ઉપલબ્ધતા
  • ડૉક્યૂમેન્ટની જરૂરિયાતના કિસ્સામાં ગ્રાહક સાથે સીધો સંપર્ક અને હૉસ્પિટલો સાથે સીધો સંદેશાવ્યવહાર
  • ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમનું ઝડપી સેટલમેન્ટ
  • વિવાદનું ઝડપી નિરાકરણ અને ક્લેઇમની સ્વીકાર્યતા પર ઝડપી નિર્ણય
ક્લેઇમની પ્રક્રિયા
  • ગ્રાહક દ્વારા ટ્રાવેલ પૉલિસી ક્લેઇમની જાણ આંતરરાષ્ટ્રીય ટોલ-ફ્રી નંબર, કે જે ભારતના કૉલ સેન્ટરમાં આવે છે, તેના પર કરવામાં આવે છે. જો કૉલ કરી શકાતો નથી, તો ક્લેઇમને ઇમેઇલ દ્વારા સૂચિત કરી શકાય છે.
  • ક્લેઇમની સૂચના પ્રાપ્ત થયા બાદ, એક ઇટ્રેક બનાવવામાં આવે છે, જે ક્લેઇમ કરનારને ઑટોમેટિક રીતે ક્લેઇમની પ્રક્રિયા, જરૂરી ડૉક્યૂમેન્ટની જાણ કરતો મેઇલ ટ્રિગર કરે છે અને તેમને ક્લેઇમ ફોર્મ અને જરૂરી અન્ય ફોર્મ પ્રદાન કરે છે. તબીબી જરૂરિયાતોના કિસ્સામાં તે જ મેઇલ હૉસ્પિટલને પણ મોકલવામાં આવે છે.
  • ક્લેઇમ ટીમના ઇમેઇલ આઇડી પર પણ એક મેઇલ મોકલવામાં આવે છે જેથી ક્લેઇમ કરનારની સંપર્ક વિગતોની ચકાસણી કરી શકાય.
ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ માટેના સૂચનો
  • નુકસાન થયા પછી તરત જ ઇન્શ્યોરરને જાણ કરો. સર્વિસ પ્રદાતા તમને ત્યાર પછીના પગલાં અંગે સલાહ આપી શકશે.
  • પ્રપોઝલ ફોર્મમાં સાચી વિગતો પ્રદાન કરી છે તેની ખાતરી કરો અને સ્વાસ્થ્યને લગતી હાલની સ્થિતિ વિશેની તમામ માહિતી જાહેર કરો.
  • ટ્રાવેલ કિટમાં જણાવવામાં આવેલ જરૂરિયાતો મુજબ, ક્લેઇમ સબમિટ કરતી વખતે તમામ ડૉક્યૂમેન્ટ પૂરા પાડો.
  • તમારા ક્લેઇમની રકમની ઝડપી અને સીધી જમા થાય તે માટે ઇન્શ્યોરરને એનઇએફટી વિગતો પ્રદાન કરો.
“ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંભાળવા માટે ઇન-હાઉસ ટીમ હોવાથી અમે ક્લેઇમ સેટલ કરી શકીએ છીએ. ગ્રાહક સાથે સીધા સંપર્કમાં હોવાથી અમે તેમની સમસ્યાઓ અથવા તકલીફોને ઝડપથી સમજી શકીએ છીએ અને શક્ય એટલું જલ્દી ગ્રાહકને અનુકૂળ એવો ઉકેલ પ્રદાન કરી શકીએ છીએ, અને તે માટે જરૂર પડે તો અમારી પ્રક્રિયાઓમાં છૂટછાટ પણ આપીએ છીએ.” – કિરણ મખીજા, હેડ-ટ્રાવેલ ઇન્શ્યોરન્સ જો તમારે વિદેશમાં હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય તો તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ, તે જાણવા માટે અહીં ક્લિક કરો અને વધુ વિગતે જાણો ઓવરસીસ ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે