રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Exclusions Of Home Insurance Policy
21 જુલાઈ, 2020

હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સમાવિષ્ટ અને બાકાત બાબતોનું લિસ્ટ

હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને કોઈપણ અણધારી ઘટનાઓને કારણે તમારા ઘર અને/અથવા ઘરની સામગ્રીને થયેલા નુકસાન/ક્ષતિ સાથે સંકળાયેલા જોખમ સામે સુરક્ષિત કરે છે. આ સુરક્ષા હોવી મહત્વપૂર્ણ છે કારણ કે ઘર એ તમારી સૌથી મૂલ્યવાન મિલકતમાંથી એક છે અને તમારા સપનાનું ઘર બનાવવા અને તેને મૂલ્યવાન સામગ્રી સાથે સજાવવામાં ઘણો ખર્ચ થાય છે.

હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી નીચેનું કવર કરે છે:

 • જોખમોના કિસ્સામાં તમારા ઘર/સામગ્રીને નુકસાન/ક્ષતિ માટે કવરેજ જેમ કે:
  • આગ
  • ઘરફોડી
  • ચોરી
  • અકસ્માતને લીધે થતી હાનિ
  • પૂર
  • ભૂકંપ અને વધુ
 • ભારતમાં ક્યાંય પણ પોર્ટેબલ ઉપકરણોના નુકસાન/ક્ષતિ માટે કવરેજ
 • જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓના નુકસાન/ક્ષતિ માટે કવરેજ

અમને ખાતરી છે કે તમે હોમ ઇન્શ્યોરન્સને ખરીદતા પહેલાં તમારા હોમ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ આ કવરેજની તપાસ કરી હશે. પરંતુ, શું તમે તમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું બાકાત રાખવામાં આવે છે તેની તપાસ કરી? હા, તમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવતું નથી તે જાણવું પણ તેટલું જ મહત્વપૂર્ણ છે, જેથી તમે હોમ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયાને સરળતાથી પસાર કરી શકો.

ભારતમાં હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સામાન્ય બાકાત બાબતો

સામાન્ય રીતે, હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી નીચેની પરિસ્થિતિઓમાં તમારા ઘર/સામગ્રીને થયેલા નુકસાન/ક્ષતિને કવર કરતી નથી:

 • સંપત્તિનો ઇરાદાપૂર્વક/હેતુપૂર્ણ નાશ (ઘર અને સામગ્રી)
 • કોઈપણ સંપત્તિ જેનું બાંધકામ કાચું હોય
 • તમારા ઘર અને સામગ્રીના માળખાને પહેલેથી થયેલ નુકસાન
 • ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં રહેલ ઉત્પાદન ખામીઓ
 • કન્ઝ્યુમેબલ પ્રકૃતિની વસ્તુઓને નુકસાન/ક્ષતિ
 • રહસ્યમય રીતે ગાયબ થવું અને અસ્પષ્ટ નુકસાન
 • સામગ્રીનું અયોગ્ય સંચાલન
 • યુદ્ધ અથવા આક્રમણના પરિણામે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થયેલ નુકસાન/ક્ષતિ
 • કોઈપણ પરમાણુ ઇંધણ અથવા કોઈપણ પરમાણુ કચરાથી રેડિયો પ્રવૃત્તિ દ્વારા થયેલ નુકસાન/ક્ષતિ
 • જો ઇન્શ્યોરન્સ ધરાવતા ઘરને સતત 45 દિવસથી વધુ સમય સુધી ખાલી રાખવામાં આવે છે, તો ચોરી અને ઘરફોડીના ક્લેઇમ

અમે આશા રાખીએ છીએ કે તમે તમારા પૉલિસીના ડૉક્યૂમેન્ટને કાળજીપૂર્વક વાંચો અને માત્ર તમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીની કવરેજ, વિશેષતાઓ, લાભો, સમાવિષ્ટ બાબતો અને પ્રીમિયમની જ વિગતો સમજો નહીં, પરંતુ, તમારી પૉલિસીની બાકાત બાબતોની પણ સ્પષ્ટ સમજણ ધરાવો. તમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કવર કરવામાં ન આવતી વસ્તુઓની જાણ હોવાથી તમને કાયદેસર ક્લેઇમ ફાઇલ કરવામાં અને તમારા ક્લેઇમને અંતે અસ્વીકારે તેવી ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયામાંથી પસાર થવાની મુશ્કેલીમાંથી તમને બચવામાં મદદ મળશે.

બજાજ આલિયાન્ઝ ખાતે, અમે તમારી કિંમતી વસ્તુઓને થયેલ કોઈપણ નુકસાન/ક્ષતિને લીધે થતા નાણાંકીય તાણને સમજીએ છીએ અને આમ, અમે માય હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑફર કરીએ છીએ, જે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તમારા ફાઇનાન્સની કાળજી લે છે.

" બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ વેબસાઇટ પર હોમ ઇન્શ્યોરન્સ વિશે વધુ વાંચો."

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે