બાઇક્સ તમામ ખરીદદારો માટે કિંમતી સંપત્તિ હોય છે - પછી તે બાઇકને પસંદ કરતી વ્યક્તિ હોય કે જેને માટે બાઇકમાં ખૂબ ઉપયોગી હોય. ઉપલબ્ધ વિવિધ લાભોને ધ્યાનમાં લઇએ તો, બાઇક ન હોવાથી મુસાફરી કરવી, ખાસ કરીને જાહેર પરિવહન દ્વારા મુશ્કેલ બની શકે છે. વળી, શહેરોમાં વધી રહેલા ટ્રાફિકને કારણે કલાકો સુધી રાહ જોવી પડી શકે છે, અને તેવા સમયે એક ઝડપી અને ચપળ ટૂ-વ્હીલર તમને ઘણો સમય બચાવવામાં મદદ કરી શકે છે. તેથી, તમારી બાઇકને થયેલ કોઈપણ નુકસાનને કારણે અસુવિધા થવાની સાથે સાથે તેને રીપેર કરવા માટે તમારે મોટો ખર્ચ પણ કરવો પડી શકે છે. આમ, પોતાના માટે રિપેરના ખર્ચને કવર કરતું એક ઇન્શ્યોરન્સ કવર મેળવવું શ્રેષ્ઠ છે. મોટર વાહન અધિનિયમ 1988 મુજબ, દેશમાં રજિસ્ટર થયેલ તમામ ટૂ-વ્હીલર માટે એક બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન હોવો ફરજિયાત છે. જો કે, માત્ર
થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હોવું એ ન્યૂનતમ આવશ્યકતા છે. આવી થર્ડ-પાર્ટી પૉલિસીઓ દ્વારા અન્ય વ્યક્તિને ઈજાઓ અને નુકસાન સામે સુરક્ષિત કરીને કાયદાનું પાલન તો કરી શકાય છે, પરંતુ અકસ્માતના કિસ્સામાં તમારી બાઇકને થયેલ નુકસાન માટે વળતર પ્રાપ્ત થતું નથી. અકસ્માતમાં માત્ર અન્ય વ્યક્તિ કે તેમના જ વાહનને નુકસાન થતું નથી, પરંતુ તમારા વાહનને પણ થાય છે. તેથી, તમારી બાઇકના રિપેરીંગનું વળતર ચુકવતો
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ખરીદવો શ્રેષ્ઠ છે. આ રીતે, તમે તમારી બાઇકને પણ થતા નુકસાન અને અથડામણ સામે સુરક્ષિત કરી શકો છો.
નવા નિયમનોમાં શું જણાવવામાં આવેલ છે?
હાલમાં, તમામ નવા વાહનોનો ઇન્શ્યોરન્સ ખરીદવો ફરજિયાત છે, જેના વિના આવા વાહનનું રજિસ્ટ્રેશન શક્ય નથી. તેથી, તમે નવી બાઇક ખરીદતી વખતે પાંચ વર્ષના થર્ડ-પાર્ટી કવર અથવા પાંચ વર્ષના થર્ડ-પાર્ટી પ્લાન સાથે એક વર્ષના ઓન ડેમેજ કવરમાંથી પસંદ કરી શકો છો. તેથી, જો તમે તમારી બાઇકનું માત્ર પાંચ વર્ષનું થર્ડ-પાર્ટી કવર ધરાવો છો, તો તમે સ્ટેન્ડઅલોન ઓન-ડેમેજ (ઓડી) પ્લાન ખરીદી શકો છો. બીજા વિકલ્પ તરીકે, જો તમે એક વર્ષના ઓન-ડેમેજ કવર સાથે પાંચ વર્ષનો થર્ડ-પાર્ટી પ્લાન ધરાવો છો, તો તમે બીજા વર્ષથી પાંચમા વર્ષના અંત સુધી દર વર્ષે સ્ટેન્ડઅલોન ઓન-ડેમેજ પૉલિસી ખરીદી શકો છો. તમે ખરીદી શકો છો, થર્ડ-પાર્ટી અને ઓડી એમ બંને પ્રકારના
ઑનલાઇન વાહન ઇન્શ્યોરન્સ.
ઓન-ડેમેજ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની વિશેષતાઓ શું છે?
ટૂ-વ્હીલર ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ પૉલિસી, જે સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ (ઓડી) ઇન્શ્યોરન્સ તરીકે પણ ઓળખાય છે, અણધારી ઘટનાઓના કિસ્સામાં તમારી બાઇકને આર્થિક રીતે સુરક્ષિત કરે છે. આ ઘટનાઓમાં અકસ્માત (સ્વયંને ઇજા અથવા થર્ડ-પાર્ટી), ચોરી, આગ, કુદરતી આફતો અને માનવ-નિર્મિત આપત્તિઓ પણ શામેલ છે. આ પૉલિસી રિપેર ખર્ચ, અથવા વધારે પડતા નુકસાનના કિસ્સામાં બાઇકના રિપ્લેસમેન્ટને કવર કરે છે.
ઓન ડેમેજ કવર શા માટે ઉપયોગી છે?
થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ, જે ભારતમાં ફરજિયાત છે, માત્ર થર્ડ પાર્ટીને થયેલી ઈજાઓ અથવા નુકસાનથી ઉદ્ભવતી જવાબદારીઓને કવર કરે છે. ઓન ડેમેજ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ તમારી પોતાની બાઇક માટે આર્થિક સુરક્ષા પ્રદાન કરીને આ અંતરને દૂર કરે છે. તે તમને અકસ્માત, ચોરી અથવા અન્ય ઇન્શ્યોર્ડ જોખમોને કારણે રિપેર અથવા રિપ્લેસમેન્ટના કિસ્સામાં નોંધપાત્ર આર્થિક ભારણથી સુરક્ષિત કરે છે.
બાઇક માટે સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ ખરીદવાના ફાયદાઓ શું છે?
કોમ્પ્રિહેન્સિવ પ્લાનથી વિપરીત, સ્ટેન્ડઅલોન ઓડી કવર થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી ઉપરાંત ખરીદી શકાય છે. આવા સ્ટેન્ડઅલોન પ્લાનમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
- અકસ્માત અથવા અથડામણને કારણે તમારી બાઇકના રિપેરીંગના ખર્ચનું કવરેજ.
- પૂર, વાવાઝોડું, ચક્રવાત, ભૂકંપ વગેરે જેવી કુદરતી આપત્તિઓને કારણે રિપેરીંગના ખર્ચનું કવરેજ.
- તોફાનો, તોડફોડ વગેરે જેવા માનવ-નિર્મિત જોખમો માટે કવરેજ.
- તમારી બાઇકની ચોરી માટે કવરેજ.
આ ઉપરાંત, જ્યારે તમે સ્ટેન્ડઅલોન ઓડી કવર ખરીદો છો, ત્યારે તમે માણી શકો છો
નો-ક્લેઇમ બોનસના લાભો (એનસીબી) જેમાં એનસીબી લાભોને કારણે આવા ઓન-ડેમેજ કમ્પોનન્ટનું પ્રીમિયમ ઓછું કરવામાં આવે છે.*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સને કોણે ધ્યાનમાં લેવું જોઈએ?
ટૂ-વ્હીલર ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ કોણે લેવો જોઈએ તેની આસપાસ મુખ્ય બાબતો અહીં આપેલ છે:
સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ
ટૂ-વ્હીલર ધરાવતા કોઈપણ વ્યક્તિ માટે આદર્શ, ખાસ કરીને મોંઘી બાઇક. તે અતિરિક્ત સુરક્ષા પ્રદાન કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે તમારી બાઇક સ્ટાન્ડર્ડ થર્ડ-પાર્ટી કવરેજ ઉપરાંત સારી રીતે સુરક્ષિત છે.
ગેપ્સ માટે કવરેજ
જો તમારી થર્ડ-પાર્ટી પૉલિસીની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે અથવા યોગ્ય સુરક્ષા પ્રદાન કરતી નથી, તો તમારો ઓન ડેમેજ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ સંભવિત જોખમોની વિશાળ શ્રેણી માટે વ્યાપક કવરેજ પ્રદાન કરીને તે અંતરને દૂર કરી શકે છે.
ઉચ્ચ-જોખમી વિસ્તારો
શું તમે કુદરતી આફતો અથવા ચોરીની સંભાવના ધરાવતા વિસ્તારમાં રહો છો? સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ તમારી બાઇકને અનપેક્ષિત ઘટનાઓ અને સંભવિત નુકસાનથી સુરક્ષિત કરીને મહત્વપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.
વ્યાપક સુરક્ષા
આ ઇન્શ્યોરન્સ તમારી બાઇકને વિવિધ જોખમો સામે કવર કરે છે, તમારા ઇન્વેસ્ટમેન્ટને સુરક્ષિત કરે છે અને નુકસાન અથવા ચોરી વિશે આર્થિક ચિંતાઓને દૂર કરે છે.
મનની શાંતિ:
તમારી બાઇક સંપૂર્ણપણે સુરક્ષિત છે તે જાણવાથી તમને આત્મવિશ્વાસ સાથે રાઇડ કરવામાં અને સંભવિત જોખમોની ચિંતા કર્યા વિના તમારા ટૂ-વ્હીલરનો આનંદ માણવામાં મદદ મળે છે.
સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ સાથે ઍડ-ઑન
ઘણા ઇન્શ્યોરર તમારી સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ટૂ-વ્હીલર પૉલિસીને કસ્ટમાઇઝ કરવા માટે ઍડ-ઑન કવર ઑફર કરે છે. આમાં શામેલ હોઈ શકે છે:
- એન્જિન અને ગિયરબૉક્સ પ્રોટેક્શન: આ મહત્વપૂર્ણ ઘટકો માટે રિપેર અથવા રિપ્લેસમેન્ટ ખર્ચને કવર કરે છે.
- ડેપ્રિશિયેશન વળતર: તમારા ક્લેઇમની ચુકવણી પર ડેપ્રિશિયેશનની અસરને ઘટાડે છે.
- પર્સનલ એક્સિડન્ટ કવર: અકસ્માતમાં થયેલી ઈજાઓના કિસ્સામાં નાણાંકીય સહાય પ્રદાન કરે છે.
- ઍક્સેસરીઝ કવર: બાઇક ઍક્સેસરીઝ માટે કવરેજ વધારે છે.
શું સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ અને વ્યાપક પૉલિસી બંને એક જ છે?
ના, સ્ટેન્ડઅલોન પ્લાન અને કોમ્પ્રિહેન્સિવ પ્લાન સમાન નથી. કોમ્પ્રિહેન્સિવ પૉલિસીમાં થર્ડ-પાર્ટી ઘટકની સાથે ઓન ડેમેજ કવર અને વ્યક્તિગત અકસ્માત કવર સમાવિષ્ટ હોય છે, જે સ્ટેન્ડઅલોન પૉલિસીમાં ઉપલબ્ધ નથી. અંતે, યાદ રાખો કે તમે તમારો થર્ડ-પાર્ટી પ્લાન અને સ્ટેન્ડઅલોન પૉલિસી અલગ અલગ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી ખરીદી શકો છો. તમારા સ્ટેન્ડઅલોન કવરમાં વિવિધ ઍડ-ઑનના પ્રભાવનો અંદાજ મેળવવા માટે, તમે ઉપયોગ કરી શકો છો
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર.
સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો?
અકસ્માત, ચોરી અથવા અન્ય કોઈપણ ઇન્શ્યોર્ડ ઘટનાના કિસ્સામાં, તમે સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ટૂ-વ્હીલર પૉલિસીનો ક્લેઇમ કેવી રીતે કરી શકો છો તે અહીં આપેલ છે:
- પોલીસને જાણ કરો અને એફઆઇઆર ફાઇલ કરો (ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ).
- તરત જ તમારી ઇન્શ્યોરન્સ કંપનીને સૂચિત કરો.
- ઇન્શ્યોરરને જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરો.
- નુકસાનના મૂલ્યાંકન દરમિયાન ઇન્શ્યોરરના સર્વેક્ષક સાથે સહયોગ કરો.
- એકવાર ક્લેઇમ મંજૂર થયા પછી, રિપેર નેટવર્ક ગેરેજ પર કરવામાં આવશે અથવા રિઇમ્બર્સમેન્ટ પ્રદાન કરવામાં આવશે.
બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરતી વખતે જરૂરી ડૉક્યૂમેન્ટનું લિસ્ટ
બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટનું લિસ્ટ અહીં આપેલ છે:
- માન્ય અને ઍક્ટિવ સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યૂમેન્ટ.
- ચોરી અથવા અકસ્માતના કિસ્સામાં એફઆઇઆર.
- તમારી બાઇકનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી).
- નુકસાનના પુરાવા તરીકે ફોટોગ્રાફ.
- તમારા ઇન્શ્યોરર દ્વારા ઉલ્લેખિત અતિરિક્ત ડૉક્યૂમેન્ટ.
વારંવાર પૂછાતા પ્રશ્નો
સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ શું છે?
સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ એક અલગ પૉલિસી છે જે તમારા ટૂ-વ્હીલરને અકસ્માત, ચોરી, આગ, કુદરતી આફતો અને અન્ય ઇન્શ્યોર્ડ જોખમોને કારણે થતા આર્થિક નુકસાનથી સુરક્ષિત કરે છે.
સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવાનું કોને ધ્યાનમાં લેવું જોઈએ?
કોઈપણ વ્યક્તિ કે જે મૂલ્યવાન બાઇક ધરાવે છે અથવા થર્ડ-પાર્ટીની જવાબદારી ઉપરાંત અતિરિક્ત કવરેજ ઈચ્છે છે, તેમણે સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ઇન્શ્યોરન્સને ધ્યાનમાં લેવું જોઈએ.
સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સના મુખ્ય લાભો શું છે?
અકસ્માત, ચોરી અથવા અન્ય ઇન્શ્યોર્ડ ઘટનાઓના કિસ્સામાં તમારી બાઇકને આર્થિક રીતે સુરક્ષિત કરો. તમારી બાઇકને કવર કરવામાં આવે છે તે જાણીને મનની શાંતિ પ્રદાન કરે છે. વ્યાપક સુરક્ષા માટે ઍડ-ઑન કવર સાથે કસ્ટમાઇઝ કરી શકાય છે.
સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ માટે પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?
સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ માટેનું પ્રીમિયમ મુખ્યત્વે તમારી બાઇકના ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (આઇડીવી), ઉંમર અને લોકેશન દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. વધુમાં, તમારી ડ્રાઇવિંગ હિસ્ટ્રી અને પસંદ કરેલ ઍડ-ઑન કવર પ્રીમિયમની રકમને પ્રભાવિત કરી શકે છે.
શું હું કોમ્પ્રિહેન્સિવ પૉલિસીમાંથી સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સમાં સ્વિચ કરી શકું છું?
હા, જો તમારી હાલની થર્ડ-પાર્ટી પૉલિસી હજુ પણ માન્ય હોય તો તમે કોમ્પ્રિહેન્સિવ પૉલિસી (જેમાં થર્ડ-પાર્ટી અને ઓન ડેમેજ કવર બંનેનો સમાવેશ થાય છે) થી સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ઇન્શ્યોરન્સમાં સ્વિચ કરી શકો છો. જો કે, ચોક્કસ વિગતો માટે તમારા ઇન્શ્યોરરની સલાહ લો અને સુનિશ્ચિત કરો કે તમારી પાસે અવિરત થર્ડ-પાર્ટી લાયબિલિટી કવરેજ છે.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
*ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
*ક્લેઇમ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ નિર્ધારિત નિયમો અને શરતોને આધિન છે.
આ પેજ પરની સામગ્રી સામાન્ય છે અને માત્ર માહિતીપૂર્ણ અને વિગતવાર હેતુઓ માટે જ શેર કરવામાં આવે છે. તે ઇન્ટરનેટ પરના કેટલાક સેકન્ડરી સ્રોતો પર આધારિત છે અને તે ફેરફારોને આધિન હોય છે. કોઈપણ સંબંધિત નિર્ણયો લેતા પહેલાં, કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.
જવાબ આપો