રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Claim Insurance for Bike Scratches: What You Need to Know
30 ઑગસ્ટ, 2024

શું તમારે બાઇક સ્ક્રેચ માટે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવો જોઈએ?

આપણે સૌ આપણા વાહનોને સ્વચ્છ અને ચમકતા રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. આખરે, કોને ચમકદાર કાર અથવા બાઇક નથી ગમતી? બરાબર ને?! પરંતુ, તમારી બાઇક અથવા કાર લાંબા સમય સુધી સારી રહે તે અનિવાર્ય છે. તમે ગમે તેટલી સાવચેતી રાખો, પણ તમારી નવી કાર અથવા બાઇક પર સમય સાથે નાના આંકા અથવા ગોબા પડી જાય છે. અને જો તમારી ભૂલ ન હોય તેમ છતાં પણ આમ થાય તો ખૂબ જ અકળામણ થાય છે. તો, તમે પરિસ્થિતિઓને નિયંત્રિત કરી શકતા નથી, પરંતુ તમે કાર અથવા બાઇક ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. ઇન્શ્યોરન્સ તમને તમારી બાઇક અથવા કારને થયેલા નુકસાનની રિકવરીમાં મદદ કરી શકે છે. જો કે, અહીં જે પ્રશ્ન ઊભા થાય છે તે છે: શું હું બાઇક સ્ક્રેચ માટે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકું છું? વધુ અગત્યનું એ છે કે, શું તમારી બાઇક પર પડેલી કેટલીક નાની સ્ક્રેચ માટે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરવો યોગ્ય છે? ચાલો આ પ્રશ્નોના જવાબો મેળવીએ!

શું હું બાઇક સ્ક્રેચ માટે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકું છું?

કોમ્પ્રિહેન્સિવ પૉલિસી સાથે, તમારી બાઇક પર સ્ક્રેચ માટે ક્લેઇમ કરવો શક્ય છે. જો કે, તે હંમેશા શ્રેષ્ઠ નિર્ણય નથી. કારણો અહીં આપેલ છે:

1. H3 કપાતપાત્ર:

દરેક ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કપાતપાત્ર છે, જે ઇન્શ્યોરન્સ કવરેજ શરૂ થાય તે પહેલાં તમારે અગાઉથી ચૂકવવાની રકમ છે. જો સ્ક્રેચને રિપેર કરવાનો ખર્ચ કપાતપાત્ર કરતાં ઓછો હોય, તો ક્લેઇમ ફાઇલ કરવો એ આર્થિક રીતે સમજદારીભર્યું નથી, કારણ કે તમારે કોઈપણ રીતે રિપેર માટે ચુકવણી કરવી પડશે.

2. H3 નો ક્લેઇમ બોનસ (એનસીબી):

ઇન્શ્યોરન્સ કંપનીઓ નો-ક્લેઇમ બોનસ ઑફર કરે છે, જે તમારા પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ છે જે દરેક ક્લેઇમ-મુક્ત વર્ષ સાથે વધે છે. નજીવા સ્ક્રેચ માટે ક્લેઇમ ફાઇલ કરવાથી તમારું NCB શૂન્ય થઈ શકે છે, જે લાંબા ગાળે સંભવિત બચતને નકારી શકે છે. નાના નુકસાન માટે ક્લેઇમ કરતા પહેલાં તમારા એનસીબી પર અસરને ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે.

3. H3 નું વધારેલું પ્રીમિયમ:

જો ક્લેઇમ તમારા એનસીબી પર અસર ન કરે, તો પણ ઇન્શ્યોરન્સ કંપનીઓ વારંવાર ક્લેઇમને અકલ્પનીય રીતે જોઈ શકે છે અને તમારું પ્રીમિયમ વધારી શકે છે. તેનો અર્થ એ છે કે જો તમે તમારું એનસીબી ગુમાવતા નથી, તો પણ જો તમે નાના નુકસાન માટે વારંવાર ક્લેઇમ કરો છો તો તમારે લાંબા ગાળામાં ઇન્શ્યોરન્સ માટે વધુ ચુકવણી કરવી પડી શકે છે. નોંધ: ઉપર ઉલ્લેખિત નવા કન્ટેન્ટ સાથે હાલના કન્ટેન્ટને બદલો

તો, તમારે ક્યારે ક્લેઇમ કરવો જોઈએ?

હવે જ્યારે આપણે સંભવિત નુકસાનની શોધ કરી છે, ત્યારે ચાલો એવી પરિસ્થિતિઓ જોઈએ કે જ્યાં ક્લેઇમ યોગ્ય હોઈ શકે છે:

વિશાળ સ્ક્રેચ:

બાઇક પર ઊંડા સ્ક્રેચ બાઇકના માળખાને નુકસાન કરે છે અને ધાતુનો ભાગ બહાર આવે છે, જેના પર કાટ લાગી શકે છે. આવા કિસ્સાઓમાં, રિપેર ખર્ચ કપાતપાત્ર કરતાં વધુ હોઈ શકે છે, જે ક્લેઇમને યોગ્ય બનાવે છે.

અનેક સ્ક્રેચ:

જો તમારી બાઇક પર વધારે પડતા સ્ક્રેચ હોય, તો ક્લેઇમ કરવું અર્થપૂર્ણ બની શકે છે, ખાસ કરીને જો સંચિત રિપેર ખર્ચ નોંધપાત્ર હોય.

તોડફોડ:

જો સ્ક્રેચ તોડફોડને કારણે થાય છે, તો ક્લેઇમ ફાઇલ કરવાથી રિપેર ખર્ચને પાછો ખેંચવામાં મદદ મળી શકે છે. સ્ક્રેચ પડેલી બાઇક કદાચ ન ગમે, પરંતુ ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટેનો સ્માર્ટ અભિગમ નાણાંકીય નુકસાન અટકાવી શકે છે. તમારી પૉલિસીને સમજીને અને તે અનુસાર ખર્ચ કરીને તેમજ યોગ્ય વિકલ્પ શોધીને તમે વધારે પડતો ખર્ચ કર્યા વિના તમારી બાઇકનો દેખાવ જાળવી રાખી શકો છો. યાદ રાખો, યોગ્ય રીતે જાળવણી કરેલી બાઇકમાં માત્ર થોડા પાત્ર-નિર્માણ સ્ક્રેચ બાઇક તમારા રાઇડિંગ સાહસોનું પ્રમાણપત્ર છે.

નાના બાઇક સ્ક્રેચ માટે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ ન કરવાના ફાયદાઓ શું છે?

પ્રથમ દ્રષ્ટિએ તે એક અસંભવિત વિકલ્પ જેવું લાગી શકે છે, પરંતુ જો તમે તમારી બાઇકને થયેલા કેટલાક નાના નુકસાન માટે તમારો ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરતા નથી, તો તેનો ફાયદો તમને લાંબા ગાળે થશે. તમે પૂછશો કે કેવી રીતે? તેના કેટલાક છુપાયેલા લાભો અહીં આપેલ છે:

નો ક્લેઇમ બોનસ 

જો તમને જાણતા નથી બાઇક ઇન્શ્યોરન્સમાં એનસીબી શું છે ત્યારે તમારે જાણવું જોઈએ કે આ એક એવું ડિસ્કાઉન્ટ છે જે તમારી પૉલિસીને રિન્યૂ કરતી વખતે, તમને પાછલા વર્ષમાં ઇન્શ્યોરન્સનો ક્લેઇમ ન કરવા બદલ મળે છે. અને પ્રત્યેક ક્લેઇમ-ફ્રી વર્ષ માટે બોનસની આ રકમ વધતી રહે છે. નીચેના ટેબલનો સંદર્ભ લો:
ક્લેઇમ મુક્ત વર્ષોની સંખ્યા એનસીબી ડિસ્કાઉન્ટ
1 વર્ષ 20%
સતત 2 ક્લેઇમ-મુક્ત વર્ષો 25%
સતત 3 ક્લેઇમ-મુક્ત વર્ષો 35%
સતત 4 ક્લેઇમ-મુક્ત વર્ષો 45%
સતત 5 ક્લેઇમ-મુક્ત વર્ષો 50%
તેથી, જ્યારે પણ શક્ય હોય ત્યારે, જો તમે તમારા ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કરતાં નથી (જો કે મોટું નુકસાન થયું હોય તેવા કિસ્સામાં નહીં), તો તે તમારા માટે લાભદાયક રહેશે. જ્યારે પણ તમે તમારા ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કરો છો, ત્યારે એનસીબીનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે.

ઓછું પ્રીમિયમ

તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ શું છે. ઓછું પ્રીમિયમ એ બાઇકને થયેલા નાના નુકસાન માટે ઇન્શ્યોરન્સ ક્લેઇમ ન કરવાનો એક લાભ છે. જ્યારે પણ તમે તમારી બાઇકના નુકસાન માટે ક્લેઇમ કરો છો, ત્યારે પ્રીમિયમની રકમમાં નોંધપાત્ર વધારો થાય છે. આની અસર ફરીથી તમારા ખિસ્સા પર પડે છે.

શું ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરવા માટે કોઈ થ્રેશહોલ્ડ રકમ છે?

થયેલા નુકસાન માટે કેટલો ખર્ચ થશે તેનો શરૂઆતમાં અંદાજ આવતો નથી, તેથી તમારી બાઇક ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરતા પહેલાં ગણતરી કરવી જરૂરી છે. સામાન્ય રીતે જો કારની બે પેનલમાં સુધારાની જરૂર હોય અથવા એકંદર નુકસાનની રકમ રુ.6000 થી વધુ હોય, તો ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવો શ્રેષ્ઠ છે. કેટલાક સરળ ઉદાહરણો અહીં આપેલ છે:
  1. નુકસાન: એક બૉડી પૅનલ
જો તમે તમારી રીતે રિપેર કરાવો છો: રુ.5000 જો તમે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરો છો: રુ.5800 (ફાઇલિંગ શુલ્ક સહિત) ઉકેલ: ક્લેઇમ બચાવી રાખો!
  1. નુકસાન: ત્રણ બૉડી પૅનલ
જો તમે તમારી રીતે રિપેર કરાવો છો: આશરે રુ.15000 જો તમે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરો છો: લગભગ રુ. 7000 (ફાઇલિંગ શુલ્ક સહિત) ઉકેલ: ક્લેઇમ! ખર્ચની તુલના કરવા માટે આ કેટલાક સામાન્ય ઉદાહરણો છે. નિર્ણય લેતા પહેલાં તમારે આ ખર્ચનું મૂલ્યાંકન કરવું જોઈએ. આ ખર્ચ આ આધારે બદલાશે વાહનનો પ્રકાર તમે આ માટે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી રહ્યા છો. તેથી, સાવચેતીપૂર્વક ગણતરી કરો!

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું સ્ક્રેચ અને ડેન્ટ ઇન્શ્યોરન્સ માટે ખર્ચ કરવો યોગ્ય છે? 

તે જો તમે પોતે રિપેરીંગ કરાવો ત્યારે થતા ખર્ચ અને ઇન્શ્યોરન્સ કંપની જે રકમ ચૂકવશે તે રકમ વચ્ચેના તફાવત પર આધારિત રહેશે. જો તમે જે ચૂકવી રહ્યા છો તેના કરતાં ઓછી છે, તો ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવો એક સારો વિકલ્પ છે, અને તેમ નથી તો ક્લેઇમ કરવો યોગ્ય નથી.

સ્ક્રેચ ઇન્શ્યોરન્સમાં કેટલો વધારો કરે છે? 

જો તમે તમારી બાઇક પર પડેલ સ્ક્રેચ માટે ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરો છો, તો બાઇકને પહેલા થયેલા નુકસાનના આધારે તમારા ઇન્શ્યોરન્સ રેટમાં લગભગ 38% અથવા વધુ વૃદ્ધિ થશે.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો. આ પેજ પરની સામગ્રી સામાન્ય છે અને માત્ર માહિતીપૂર્ણ અને વિગતવાર હેતુઓ માટે જ શેર કરવામાં આવે છે. તે ઇન્ટરનેટ પરના કેટલાક સેકન્ડરી સ્રોતો પર આધારિત છે અને તે ફેરફારોને આધિન હોય છે. કોઈપણ સંબંધિત નિર્ણયો લેતા પહેલાં, કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે