રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Compare Comprehensive Car Insurance
2 નવેમ્બર, 2020

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્લાન સરખાવવા માટેની 4 ટિપ

અકસ્માત કે અન્ય કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની આગાહી કરવી શક્ય નથી. જો કે, તમે હંમેશા સાવચેતી રાખી શકો છો અને તમારી સુરક્ષા નિશ્ચિત કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે કાર હોય, તો તેનો ઇન્શ્યોરન્સ ખરીદવાનું સુનિશ્ચિત કરો. તે ફરજિયાત છે માટે જ નહીં, પરંતુ તમારી કિંમતી સંપત્તિને નુકસાન સામે આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે. તેથી, જે માત્ર પોતાના નુકસાન માટે જ નહીં, પણ તૃતીય-પક્ષની જવાબદારી માટે પણ કવરેજ પ્રદાન કરતી હોય તેવી કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ ખરીદવી યોગ્ય છે. કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં નીચેના પરિબળોની તુલના કરો:
  1. ઇન્શ્યોરન્સ કંપની
કેટલાક ઇન્શ્યોરર તમને ઇચ્છિત કવરેજ ઑફર કરી શકે છે. જો કે, દરેક પ્રદાતા દ્વારા ઉત્તમ સર્વિસ પ્રદાન કરવામાં આવતી નથી. તેથી, ક્યારેય કોઈ નિર્ણય ઉતાવળે કરશો નહીં. થોડો સમય લઈને તમે જે ઇન્શ્યોરન્સ કંપનીની પૉલિસી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તેની તુલના કરો. તેમના વિશે અન્ય લોકોના અભિપ્રાય જાણવા માટે તેમની વેબસાઇટ તેમજ સોશિયલ મીડિયાની મુલાકાત લો. ઇન્શ્યોરરની ક્લેઇમની પ્રક્રિયા તેમજ તેનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો એ ધ્યાનમાં લેવા જેવા અન્ય મહત્વપૂર્ણ પાસા છે. તેની પ્રક્રિયા લાંબી ન હોવી જોઈએ. વ્યાપક કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરતા પહેલાં આ પાસાઓનો વિગતવાર અભ્યાસ કરો અને તેમની તુલના કરો.
  1. રિસ્ક એક્સપોઝર
તમારે માટે જે જોખમો ઉદ્ભવી શકે તેમ હોય તેમને ધ્યાનમાં લીધા પછી તમારે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જોઈએ. તમે કેટલી વાર તમારી કારને જોખમી રસ્તાઓ પર અથવા લૉંગ ડ્રાઇવ પર લઈ જાઓ છો તેનું વિશ્લેષણ કરો. તમારું પાર્કિંગનું સ્થળ, સાથે મુસાફરી કરી રહેલા વ્યક્તિઓ, તેમજ તમે તમારી કારનો કેટલો ઉપયોગ કરો છો, તે સૌ યોગ્ય કાર ઇન્શ્યોરન્સ કવર પસંદ કરવા માટે ધ્યાનમાં લેવા જેવી કેટલીક બાબતો છે.
  1. કપાતપાત્ર
કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની પ્રક્રિયામાં તમે ચોક્કસપણે 'કપાતપાત્ર' શબ્દ સાંભળ્યો હશે’. આ ક્લેઇમ ચુકવણીનો એક વિશિષ્ટ ભાગ છે જે તમારે ચુકવવાનો રહે છે. કપાતપાત્ર બે પ્રકારના હોય છે, ફરજિયાત અને સ્વૈચ્છિક. ફરજિયાત કપાતપાત્ર એ એક નિશ્ચિત રકમ છે, જ્યારે સ્વૈચ્છિક કપાતપાત્ર અથવા સ્વૈચ્છિક એક્સેસ તમારી ઇચ્છા અનુસાર એડજસ્ટ કરી શકાય છે. જો કે, તમારા યોગદાનના પ્રમાણ અનુસાર તમારા વ્યાપક કાર ઇન્શ્યોરન્સ ક્વોટમાં ઘટાડો થાય છે. તમારી સ્વૈચ્છિક એક્સેસ રકમ વધારતા પહેલાં ધ્યાનમાં રાખો, કે કેટલાક ખર્ચની ચુકવણી તમે કરી રહ્યા હોવાને કારણે ક્લેઇમ દરમિયાન તમને ઓછી રકમ પ્રાપ્ત થશે.
  1. વધારાના કવરની તુલના કરો
વધારાના (ઍડ-ઑન) કવર વૈકલ્પિક છે અને તમારી હાલની વ્યાપક પૉલિસીને વધુ સારી બનાવવામાં મદદ કરે છે. તમને રહેલા જોખમો વિશે સમજણ મેળવ્યા પછી, તમારા માટે સરળ બની જશે કાર ઇન્શ્યોરન્સની તુલના કરો ઍડ-ઑન્સ અને યોગ્ય કવર પસંદ કરો. જો તમે પૂરની સંભાવના ધરાવતા વિસ્તારમાં રહો છો, તો તમારા એન્જિનને નુકસાન થઈ શકે છે. તેથી, તમારા માટે યોગ્ય ઍડ-ઑન કવર હશે 'એન્જિન પ્રોટેક્ટર’. જો તમે લૉંગ ડ્રાઇવ અથવા રોડ ટ્રિપ પર ઘણીવાર બહાર જાઓ છો તો 24x7 રોડસાઇડ સહાય ઍડ-ઑન કવર પણ ખરીદી શકો છો. જો તમારાથી ઘણીવાર કારની ચાવીઓ ખોવાઈ જાય છે અથવા ખોટી જગ્યાએ મૂકાઇ જાય છે, તો તમે લૉક અને કી રિપ્લેસમેન્ટ કવર પસંદ કરી શકો છો. આ ઉપરાંત, એક્સિડન્ટ શીલ્ડ, કન્ઝ્યુમેબલ્સ ખર્ચ અને ઝીરો ડેપ્રિશિયેશન જેવા ઍડ-ઑન કવર પણ ઉપલબ્ધ છે. તમારી જરૂરિયાતો અનુસાર એકદમ યોગ્ય હોય તેવા ઍડ-ઑન્સ પસંદ કરો. સારાંશ અંતે જ્યારે તમે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો છો, ત્યારે પરંપરાગત (ઑફલાઇન) કરતાં ઑનલાઇન રીત પસંદ કરો. કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદવી સસ્તી અને સુવિધાજનક છે. ઉપરોક્ત તથ્યોને ધ્યાનમાં રાખો અને માત્ર તમારી પસંદગીની ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટની મુલાકાત લઈને વ્યાપક કાર ઇન્શ્યોરન્સ ખરીદો. જરૂરી વિગતો ભરો, ઑનલાઇન ચુકવણી કરો અને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી તૈયાર છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે