રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What is Top Up Health Insurance & How Does it Work?
4 માર્ચ, 2021

ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

તબીબી ઇમરજન્સી દરમિયાન તમારી જરૂરિયાતોને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા કવર કરવામાં આવે છે. પરંતુ ક્યારેક હૉસ્પિટલનું બિલ હેલ્થ ઇન્શ્યોરન્સની રકમથી વધુ હોઇ શકે છે, જેની વ્યવસ્થા તમારે કરવાની રહે છે, અને કેટલીકવાર તમારે ચૂકવવાની થાય છે. જો કે, આવી કટોકટીને ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વડે ટાળી શકાય છે.

ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શું છે?

ટૉપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સ એ જ્યારે પૉલિસીધારકોના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની મહત્તમ રકમ ઉપરાંતની રકમ ચૂકવવાની થાય છે ત્યારે તેમને સહાય કરવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતું અતિરિક્ત કવરેજ છે. ઉદાહરણ તરીકે, શ્રી એ પાસે રુ. 3 લાખની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી છે. તેઓ વાર્ષિક રુ. 6000 પ્રીમિયમ રકમ ચૂકવે છે. પરંતુ તેમને લાગે છે કે કવરેજ અપૂરતું છે. તે અનુસાર, જો તે હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનું કવરેજ રુ.3 લાખથી વધારીને રુ.5 કરે છે, તો પ્રીમિયમની રકમ રુ.10,000 રહેશે. પરંતુ તેના બદલે, તેઓ ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરે છે, જેમાં પ્રતિ 1 લાખ ટૉપ-અપ માટે પ્રીમિયમ રુ.1000 છે. તેથી અતિરિક્ત 2 લાખના કવર માટે તેઓ રુ.2000 વધારાની ચુકવણી કરે છે, એટલે કે વાર્ષિક રુ.8,000.

ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રકારો કયા છે?

જો પૉલિસીધારકોના મેડિકલ ઇમરજન્સી ક્લેઇમની રકમ તેમના હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પ્લાન કરતાં વધુ હોય, તો પૉલિસીધારક ટૉપ-અપ પ્લાનમાંથી વધારાની રકમનો ક્લેઇમ કરી શકે છે. બે પ્રકારના પ્લાન છે - ટૉપ-અપ અને સુપર ટૉપ-અપ.
  1. ટૉપ-અપ પ્લાન: ક્લેઇમના આધારે વાર્ષિક રીતે લાગુ પડે છે અને જ્યારે ક્લેઇમની રકમ વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની કવરેજ રકમ કરતાં વધુ હોય ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે.
  2. સુપર ટૉપ-અપ પ્લાન: જ્યારે એક વર્ષમાં એકથી વધુ ક્લેઇમને કારણે પૉલિસીધારકના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનનું કવર ઉપયોગમાં લેવાઈ જાય છે ત્યારે લાગુ પડે છે.
ક્લેઇમ શ્રી એ — રુ.3 લાખનો હેલ્થ ઇન્શ્યોરન્સ + રુ.5 લાખનો ટૉપ-અપ પ્લાન શ્રી બી-– રુ.3 લાખનો હેલ્થ ઇન્શ્યોરન્સ + રુ.5 લાખનો સુપર ટૉપ-અપ પ્લાન
ક્લેઇમ 1 — રુ.3 લાખ હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવે છે હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવે છે
ક્લેઇમ 2 — રુ.1 લાખ સંપૂર્ણ રકમ પૉલિસીધારકોએ ચૂકવવાની રહેશે, કારણ કે જો હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પ્લાનથી વધુ રકમ હોય તો જ ટૉપ-અપ પ્લાન દ્વારા ક્લેઇમનો લાભ લઈ શકાય છે. સુપર-ટૉપ-અપ પ્લાન ક્લેઇમને કવર કરશે. એક વર્ષની અંદર એકથી વધુ ક્લેઇમના કિસ્સામાં, જો પૉલિસીધારકના હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજની તમામ રકમ ઉપયોગમાં લેવાઈ જાય છે તો સુપર ટૉપ-અપ પ્લાન વધારાની રકમ ચૂકવે છે.
ક્લેઇમ 3 — રુ.4 લાખ ટૉપ-અપ પ્લાન દ્વારા માત્ર રુ.1 લાખનું વળતર મળી શકે છે, જે પૉલિસીધારકના હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પ્લાન ઉપરાંતની વધારાની રકમ છે. પૉલિસીધારકે તેમના 1st ક્લેઇમમાં તેમની હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજની રકમ પહેલેથી જ ઉપયોગ કરેલ હોવાથી રુ.3 લાખ તેમણે ખર્ચવાના રહેશે. સુપર ટૉપ-અપ પ્લાનમાં સંપૂર્ણ રકમ કવર કરવામાં આવે છે.  

ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?

ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ત્યારે ઍક્ટિવેટ થાય છે જ્યારે વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની પૂરેપૂરી રકમનો ઉપયોગ કરવામાં આવે છે. ટૉપ-અપ અને સુપર ટૉપ-અપ પ્લાન વચ્ચેનો તફાવત છે - ટૉપ-અપ પ્લાન માત્ર વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઉપર એક જ ક્લેઇમને કવર કરે છે. તેનાથી વિપરીત, જ્યારે સુપર ટોપ-અપ પ્લાન એક વર્ષમાં સામૂહિક મેડિકલ ખર્ચ માટે ક્લેઇમ કરી શકાય છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે? તે પ્લાન ખરીદવો શા માટે જરૂરી છે?

જ્યારે પૉલિસીધારકને લાગે છે કે તેમનો વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મેડિકલ અથવા હેલ્થ કેરની જરૂરિયાતોને કવર કરવા માટે પૂરતો નથી, ત્યારે પૉલિસીધારક કવરેજ રકમ વધારવા માટે ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકે છે. ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ એ પૉલિસીધારકને જીવનની અનિશ્ચિતતાઓના સમયમાં આવરી લેવા માટે એક કોસ્ટ-ઇફેક્ટિવ પ્લાન છે.
  1. હેલ્થ ઇન્શ્યોરન્સમાં ટૉપ-અપનો શું અર્થ છે? કોણે પ્લાન ખરીદવો જોઈએ?

હેલ્થ ઇન્શ્યોરન્સમાં ટૉપ-અપ ઘણીવાર વધારાના લાભો પ્રદાતાને ભ્રમિત કરે છે જેમ કે - હૉસ્પિટલ કૅશ, પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ, વગેરે. પરંતુ, ટૉપ-અપ વાસ્તવમાં એક પૉલિસી છે જે નિયમિત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જેવા જ લાભો પ્રદાન કરે છે. દરેક પૉલિસીધારકે તેમના વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ બેઝ પ્લાન સિવાય ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા જોઈએ. તે વરિષ્ઠ નાગરિકોનું વધુ બહોળું કવરેજ ધરાવે છે, કારણ કે જેમ વ્યક્તિની ઉંમર વધે છે, તેમ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ માં પણ વધારો થાય છે. ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાથી પ્રીમિયમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
  1. ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?

હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી અને ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ એમ બંને હેઠળ એક સાથે ક્લેઇમ કરી શકાય છે. દરેક ઇન્શ્યોરર ક્લેઇમના ભાગની ચુકવણી કરવા માટે બંધાયેલ છે.

તારણ:

ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેલ્થકેર પૉલિસી અને મેડિકલ ઇમરજન્સી ખર્ચ વચ્ચે બ્રિજ-વ્હિસ્ટ તરીકે કાર્ય કરે છે. તે ઓછા ખર્ચે હેલ્થ ઇન્શ્યોરન્સની મર્યાદા વધારે છે. જેમની પાસે ફેમિલી ફ્લોટર પ્લાન છે અથવા તબીબી બિમારીઓનો ઇતિહાસ ધરાવે છે તેવા પૉલિસીધારકો માટે ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ એક સારો વિકલ્પ છે. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે