રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
All About Waiting Period in Health Insurance
જાન્યુઆરી 24, 2022

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં વેટિંગ પિરિયડનું મહત્વ

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે, તમે 'વેટિંગ પિરિયડ' નામનો શબ્દ જોઈ શકો છો’. જો તમે પ્રથમ વખત હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યાં છો, તો કદાચ તમને ખબર ન હોય કે હેલ્થ ઇન્શ્યોરન્સમાં વેટિંગ પિરિયડનો અર્થ શું થાય છે. તે કેટલો સમય લાંબો છે અને તેમાં શું-શું શામેલ છે. વારું, અહીં કેટલાક સામાન્ય પ્રશ્નો આપેલા છે જે તમારા મગજમાં આવશે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં વેટિંગ પિરિયડ વિશે બધું જાણવા માટે આગળ વાંચો.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં વેટિંગ પિરિયડને સમજવું

સરળ શબ્દોમાં, વેટિંગ પિરિયડ એ તમારે હેલ્થ ઇન્શ્યોરન્સનો લાભ લેવા માટે રાહ જોવાનો સમયગાળો છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના સંદર્ભમાં, તેનો અર્થ થાય છે કે કોઈપણ વ્યક્તિએ પૉલિસી શરૂ થયા બાદ લાભોનો ઉપયોગ કરવા માટે રાહ જોવાનો જરૂરી સમયગાળો. ચાલો, આપણે સમજીએ કે કયા વિવિધ પ્રકારના વેટિંગ પિરિયડ ઉપલબ્ધ હોય છે, જ્યારે તમે ખરીદો છો એક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી.

પ્રારંભિક વેટિંગ પિરિયડ

વેટિંગ પિરિયડ ઘણીવાર કૂલિંગ પિરિયડ તરીકે પણ ઓળખાય છે. તેનો અર્થ એક ચોક્કસ સમય છે જેના માટે મેડિકલ ઇન્શ્યોરન્સ ઇશ્યૂ કર્યાની તારીખથી, તેના સક્રિયકરણ અને લાભો મેળવવા રાહ જોવી જરૂરી છે તે સમય. મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓનો પ્રારંભિક વેટિંગ પિરિયડ 30 દિવસનો હોય છે. જો કે, વેટિંગ પિરિયડ એક ઇન્શ્યોરરથી બીજા ઇન્શ્યોરર પર અલગ હોય શકે છે.

ચોક્કસ બીમારી માટે વેટિંગ પિરિયડ

ચોક્કસ બીમારીના વેટિંગ પિરિયડ વિશે વાત કરીએ તો તે પ્રારંભિક વેટિંગ પિરિયડથી અલગ હોય છે. હર્નિયા, ટ્યૂમર, ઑસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓ માટે મોટાભાગે લાંબા ગાળાની સંભાળની જરૂર પડે છે, જ્યારે પૉલિસી ખરીદવામાં આવે ત્યારે આ ખર્ચ ઇન્શ્યોરર દ્વારા ઉઠાવવામાં આવે છે. તેથી, ઇન્શ્યોરર વિવિધ બીમારીઓ માટે અલગ અલગ વેટિંગ પિરિયડનો સમાવેશ કરે છે. અહીં, કોઈ ચોક્કસ બીમારી માટે વેટિંગ પિરિયડ એક વર્ષથી બે વર્ષ સુધીનો હોય છે. ચોક્કસ બીમારીઓ અને વેટિંગ પિરિયડ સંબંધિત નિયમોને સમજવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની પાસે તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે.

પહેલેથી હોય તેવા રોગોનો વેટિંગ પિરિયડ

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે, ઇન્શ્યોરર જાણવા માંગે છે કે કઈ છે તમારી પહેલેથી હોય તેવી બીમારીઓ. કેટલીકવાર ઇન્શ્યોરર તમને મેડિકલ સ્ક્રીનિંગ કરાવવા માટે કહી શકે છે. પહેલેથી હોય તેવા રોગો એ સ્વાસ્થ્યની સ્થિતિ, ઈજા, બીમારી અથવા રોગને દર્શાવે છે જેનું નિદાન હેલ્થ પ્લાન ખરીદતા અગાઉ 48 મહિના અગાઉ સુધી કરવામાં આવ્યું છે. પહેલેથી હોય તેવા કેટલાક રોગોમાં થાઇરોઇડ, ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને તેથી વધુનો સમાવેશ થાય છે. તેથી, મેડિક્લેમ પૉલિસી ખરીદતી વખતે, જો તમને પહેલેથી કોઈ રોગો હોય તો તમારે ચોક્કસ વેટિંગ પિરિયડ પૂરો થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. વેટિંગ પિરિયડ સમાપ્ત થયા પછી જ, કવર કરેલ બીમારી માટે કરવામાં આવેલ કોઈપણ સારવાર અથવા હૉસ્પિટલાઇઝેશન માટે ક્લેઇમ કરી શકાય છે. પીઈડી માટે વેટિંગ પિરિયડ સામાન્ય રીતે 01-04 વર્ષનો હોય છે. તે એક ઇન્શ્યોરરથી બીજા ઇન્શ્યોરર માટે અને પસંદ કરેલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકારના આધારે અલગ હોય શકે છે.

આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન માટે વેટિંગ પિરિયડ

જ્યારે આપણે અકસ્માત વિશે વિચારીએ છીએ કે તે અનપેક્ષિત ઈજાઓ અને વિવિધ તબીબી ચિંતાઓ લાવે છે. કોઈપણ અકસ્માતની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, મોટાભાગના ઇન્શ્યોરર આકસ્મિક હૉસ્પિટલાઇઝેશનના સંદર્ભમાં નોટિસ પિરિયડ રાખતા નથી. તેનો અર્થ થાય છે કે એક આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન ક્લેઇમ માટે, જ્યારે તેઓએ હમણાં જ હેલ્થ પ્લાન શરૂ કર્યો છે, ત્યારે પ્રારંભિક વેટિંગ પિરિયડ લાગુ પડતો નથી.

પ્રસૂતિ માટે વેટિંગ પિરિયડ

એવી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ છે જે પ્રસૂતિ લાભો ઑફર કરે છે. તે પ્લાનના એક ભાગ અથવા ઍડ-ઑન તરીકે હોય શકે છે. પ્રસૂતિ વેટિંગ પિરિયડ વિશે વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન પ્રસૂતિ લાભો માટે ક્લેઇમ કરી શકાતો નથી. જ્યાં સુધી વેટિંગ પિરિયડ સમાપ્ત ન થાય, ત્યાં સુધી પ્રસૂતિ લાભ મેળવવાનો ક્લેઇમ નકારવામાં આવશે. મોટાભાગે અહીં વેટિંગ પિરિયડ 01 થી 04 વર્ષ સુધી અલગ હોય છે. તેથી, જો તમે ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે આગળ વધી રહ્યા છો, તો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં પ્રસૂતિ માટેના વેટિંગ પિરિયડને ધ્યાનમાં લો.

શું વેટિંગ પિરિયડ ઘટાડવાની કોઈ રીત છે?

ભારતમાં એવી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ છે જે ઇન્શ્યોરરને વેટિંગ પિરિયડ ઘટાડવાની પરવાનગી આપે છે. જો કે, આ લાભ મેળવવા માટે, ઇન્શ્યોર્ડે અતિરિક્ત પ્રીમિયમ ચૂકવવાની જરૂર પડશે. સામાન્ય રીતે, નિયોક્તાઓ દ્વારા કર્મચારીઓને ઑફર કરવામાં આવે છે તે હેલ્થ પ્લાનમાં કોઈ વેટિંગ પિરિયડ નથી હોતો.. જો વેટિંગ પિરિયડ હોય, તો પણ નિયમિત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલનામાં તે ઓછો હોય છે. આઇઆરડીએઆઇ કંપની છોડતી વખતે ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ ધરાવતા કર્મચારીઓને વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં રૂપાંતરિત કરવાની પરવાનગી આપે છે. તે કિસ્સામાં, વ્યક્તિગત પૉલિસીમાં વેટિંગ પિરિયડ નહીં હોય. તેનું કારણ છે કે તેઓએ નિયોક્તા દ્વારા ગ્રુપ હેલ્થ કવરેજમાં વેટિંગ પિરિયડ પૂરો કરી લીધો છે.

સો વાતની એક વાત

આને ધ્યાનમાં લીધા વિના હેલ્થ ઇન્શ્યોરન્સની પ્રતીક્ષા અવધિ ઑફર, સુનિશ્ચિત કરો કે તમે સંપૂર્ણપણે સુરક્ષિત છો. યુવાનીમાં મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન લેવો હંમેશાં ફાયદાકારક રહે છે. તે મોટાભાગે કોઈપણ ક્લેઇમ કર્યા વિના વેટિંગ પિરિયડ પૂર્ણ કરશે. જ્યારે તમે યુવાન હોવ, તમે સ્વાસ્થ્યની ટોચ પર હોવાનું માનવામાં આવે છે. તેથી જીવનના પાછલા વર્ષોમાં, જ્યારે તમારે ક્લેઇમ કરવો પડશે, ત્યારે તમે પહેલેથી જ વેટિંગ પિરિયડની કલમને પૂરી કરી ચૂક્યા હશો. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ક્રમશ: પ્રીમિયમ કલેક્શન અને જોખમ વહેંચણી પર સંપૂર્ણપણે કામ કરે છે. ઇન્શ્યોરન્સ લેનાર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી સમયસર કરે તે પછી જ ઇન્શ્યોરર ક્લેઇમની ચુકવણી શરૂ કરી શકે છે. માહિતીપૂર્ણ નિર્ણય લો અને અસરકારક રીતે કાર્ય કરો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે