રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Avail Cashless Health Insurance Plans by Bajaj Allianz
21 જુલાઈ, 2020

ભારતમાં કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

તમારે અથવા તમારા પ્રિયજનને ગંભીર અકસ્માત કે ગંભીર બીમારી જેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો સામનો કરવો પડે છે ત્યારે હેલ્થ ઇન્શ્યોરન્સ એ તમારે થતા મેડિકલ ખર્ચની સંભાળ લેતી એક સર્વિસ છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ હેઠળ બે પ્રકારે ક્લેઇમ સેટલ કરવામાં આવે છે - કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ અને વળતર (રીઇમ્બર્સમેન્ટ) ક્લેઇમ સેટલમેન્ટ. બંને પ્રક્રિયાઓમાં હેલ્થ કેર સર્વિસ સંબંધિત ખર્ચની સંભાળ લેવામાં આવે છે, ત્યારે કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ તમે સારવારની શરૂઆતથી જ તમારે જાતે કરવી પડતી ચુકવણીથી બચી શકો છો.

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે?

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ એ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પોતાના હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીધારકોને, એટલે કે તમને આપવામાં આવતો લાભ છે. આ સુવિધા હેઠળ તમે હૉસ્પિટલાઇઝેશન શુલ્કની ચુકવણી કર્યા વિના કોઈપણ નેટવર્ક હૉસ્પિટલમાં દાખલ થઇ શકો છો. આ તમને મેડિકલ ઇમરજન્સી દરમિયાન મોટા આર્થિક બોજથી રાહત આપે છે. કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ હૉસ્પિટલના રૂમનું ભાડું, ડૉક્ટરના શુલ્ક, દવાઓનો ખર્ચ, સારવારનો ખર્ચ અને અન્ય સ્વીકાર્ય ખર્ચ કવર કરવામાં આવે છે.

તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ કૅશલેસ ક્લેઇમ પ્રક્રિયાઓ માટે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સની પોતાની ઇન-હાઉસ હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ છે, જે તેને ભારતની શ્રેષ્ઠ કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંથી એક બનાવે છે.

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ સુવિધાનો લાભ કેવી રીતે મેળવવો?

કૅશલેસ સુવિધા પહેલેથી નિર્ધારીત તેમજ ઇમરજન્સી હૉસ્પિટલાઇઝેશન દરમિયાન ઉપયોગી એવો મુખ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ લાભોમાંથી એક છે. પૂર્વાયોજિત હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, તમારે તમારા ઇન્શ્યોરરને, એટલે કે અમને, હૉસ્પિટલાઇઝેશનના ઓછામાં ઓછા 3 દિવસ પહેલાં જાણ કરવી જરૂરી છે. ઇમરજન્સીના કિસ્સામાં હૉસ્પિટલાઇઝેશનના 24 કલાકની અંદર જાણ કરવાની રહેશે. સમયસર પૂર્વ-અધિકૃતતા મેળવવા માટે આ પગલું મહત્વપૂર્ણ છે, જેથી તમે કૅશલેસ પ્રક્રિયાનો લાભ મેળવી શકો.

તમારે માત્ર હૉસ્પિટલને દર્દી તથા પૉલિસી વિશેની તમામ સંબંધિત વિગતો જણાવવાની રહેશે, જે સારવારની વિગતો સાથે હૉસ્પિટલ દ્વારા અમને પહોંચાડવામાં આવશે, જેના પછી કૅશલેસ ક્લેઇમ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યારબાદ હૉસ્પિટલ દ્વારા પ્રદાન કરવામાં આવેલ તમામ વિગતોની અમારા દ્વારા ચકાસણી કરવામાં આવશે અને જો ક્લેઇમ સ્વીકાર્ય હશે તો હૉસ્પિટલને પૂર્વ-અધિકૃતતાની મંજૂરીની જાણ કરવામાં આવશે.

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ સુવિધાના શું લાભો છે?

કૅશલેસ ક્લેઇમ સુવિધાના લાભો આ મુજબ છે:

ગુણવત્તાસભર સારવાર - તમે બજાજ આલિયાન્ઝની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ સમગ્ર ભારતમાં 6000 + નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવાર મેળવી શકો છો. આ તમામ હૉસ્પિટલો જે તે શહેરોમાં ઉપલબ્ધ, ગુણવત્તાસભર સારવાર પ્રદાન કરતી કેટલીક શ્રેષ્ઠ હૉસ્પિટલો છે. વિગતો જાણવા માટે ડ્રૉપ-ડાઉન બૉક્સમાંથી તમારું રાજ્ય અને તમારા શહેરનું નામ પસંદ કરો.

બચત - કૅશલેસ સુવિધાનો સૌથી મોટો લાભ એ છે કે તમારે નૉન-મેડિકલ ખર્ચ, સર્વિસ શુલ્ક, ઍડ્મિનિસ્ટ્રેશન શુલ્ક, રજિસ્ટ્રેશન શુલ્ક વગેરે જેવા બિન-સ્વીકાર્ય શુલ્ક સિવાય હૉસ્પિટલાઇઝેશન માટે પોતે કોઈ મોટી ચુકવણી કરવાની જરૂર નથી.

સરળ પ્રક્રિયાઓ - કૅશલેસ સુવિધા તમને આર્થિક રાહત પ્રદાન કરે છે અને ડૉક્યૂમેન્ટેશનના સંદર્ભમાં સરળ અને ગુણવત્તાસભર સારવાર પણ સુનિશ્ચિત કરે છે, કારણ કે તમામ સંકલન હૉસ્પિટલ અને તમારા ઇન્શ્યોરર, એટલે કે અમારી વચ્ચે થાય છે.

બજાજ આલિયાન્ઝની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમે હેલ્થ સીડીસી પણ લાભ મેળવી શકો છો. તેની મદદથી તમે અમારી એપ - ઇન્શ્યોરન્સ વૉલેટ દ્વારા તમારા ક્લેઇમને ઝડપી સેટલ કરી શકો છો, જેમાં તમે તમારા મોબાઇલ ડિવાઇસમાંથી ₹ 20,000 સુધીના ક્લેઇમ નોંધાવી શકો છો.

આજના સમયમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવો એ કરવા જેવું શ્રેષ્ઠ રોકાણ છે, જે આકસ્મિક અથવા અન્ય કોઈપણ હૉસ્પિટલના બિલની ચુકવણી સુવિધાજનક બનાવે છે. જો તમને મેડિક્લેમ અને હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચે મૂંઝવણ છે, તો નિશ્ચિંત રહો કે કૅશલેસ સુવિધા આ બંને વિકલ્પો હેઠળ ઉપલબ્ધ છે. આ એક અતિરિક્ત લાભ છે જે તમને તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ અથવા મેડિક્લેમ પૉલિસી સાથે મળે છે, જે તમારા નાણાંકીય બોજને સરળ બનાવી શકે છે અને અગત્યની પળોમાં જરૂરી એવી મનની શાંતિ પ્રદાન કરે છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે