અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Bajaj Allianz General Insurance
23 નવેમ્બર, 2021

કેરિંગલી યોર્સ ઇન્શ્યોરન્સ એપ – કારણ કે અમે તમારી સંભાળ રાખીએ છીએ, હંમેશા

શું તમે તમારું જીવન એવી બાબતોની ચિંતા કરવામાં વિતાવો છો કે જે અયોગ્ય થઈ શકે છે? શું તમે તમારા બાકીના જીવનને આવી જ રીતે જીવવા માંગો છો? આશા રાખીએ છીએ કે તમે આ રીતે જીવવા માંગતા નથી. અમે તમારી બધી ચિંતાઓને દૂર કરવા માટે હાજર છીએ, જેથી તમે મોટી ખુશીઓ માણી શકો, કારણ કે અમે સંભાળ લઈએ છીએ. હંમેશા. અમારી નવી બ્રાન્ડ અભિવ્યક્તિ - કેરિંગલી યોર્સ - તમારા જીવનને સુવિધાજનક અને સરળ બનાવવાના અમારા લક્ષ્યને દર્શાવે છે. અમે હંમેશા તમને શ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને ક્વૉલિટી સર્વિસ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અને આ નવી થીમને સ્વીકારીને, અમે માત્ર કાર્યાત્મક સંભાળ લેવાને બદલે ભાવનાત્મક સંભાળ પણ લેવાની અમારી મહત્વાકાંક્ષા પ્રસ્તુત કરીએ છીએ. આ માત્ર વાતો જ નથી. અમે અમારી કેટલીક સર્વિસ, વિશેષતાઓ અને પ્રૉડક્ટનું લિસ્ટ બનાવ્યું છે, જે ખરેખર આ સંભાળને દર્શાવે છે. અમને ખાતરી છે કે આ પ્રૉડક્ટ વડે તમે તમારી ચિંતા દૂર કરી અને તણાવ-મુક્ત જીવન જીવી શકો છો.

પ્રો-ફિટ

અમારું અનન્ય વેલનેસ પ્લેટફોર્મ, પ્રો-ફિટ તમારી તમામ સ્વાસ્થ્ય અને સુખાકારીની જરૂરિયાતો માટે એકમાત્ર ઉકેલ છે. પ્રો-ફિટ એક ઑનલાઇન પોર્ટલ છે, જેનો હેતુ તમને ઇન્શ્યોરન્સથી વધુ સંભાળ પ્રદાન કરવાનો છે. તમને પ્રો-ફિટનો ઉપયોગ કરીને ફિટનેસ ટ્રેકર, જનરલ ફિઝિશિયન કન્સલ્ટેશન, સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ આર્ટિકલ વાંચવા અને તમારા મેડિકલ રેકોર્ડને ડિજિટલ રીતે સ્ટોર કરવાનો ઍક્સેસ મળશે. પ્રો-ફિટનો ઉપયોગ કરીને તમે માત્ર એક ક્લિકની સુવિધા સાથે ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ પણ બુક કરી શકો છો. પ્રો-ફિટ સાથે અમે તમારી સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓને દૂર કરીએ છીએ અને મેડિકલ સેવાઓ તમારી આંગળીઓના ટેરવે પ્રદાન કરીએ છીએ.

મોટર ઓટીએસ

જો તમે તમારા ₹30,000 સુધીના મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમને 20 મિનિટમાં સેટલ કરી શકો, તો કેવું. શું તે અદ્ભુત નથી? ધારો કે તમે રસ્તા પર મુસાફરી કરી રહ્યા છો અને અચાનક કોઈ અકસ્માતનો ભોગ બનો છો. સદનસીબે, તમને કોઈ નુકસાન થતું નથી પરંતુ તમારી કારને નુકસાન થાય છે અને તમારે આગળ મુસાફરી કરતા પહેલાં તેને રિપેર કરવાની જરૂર છે. હવે, મુસાફરીની શરૂઆતમાં થયેલ નાણાંકીય નુકસાન તમારા મૂડને બગાડી શકે છે. જો કે, મોટર ઓટીએસ વડે તમે તમારા ઇન્શ્યોરન્સને સેટલ કરી શકો છો ઑનલાઇન ક્લેઇમ કરો 20 મિનિટની અંદર કોઈ પણ સ્થળેથી. તમે ક્લેઇમ સેટલમેન્ટની જટિલ પ્રક્રિયાની ચિંતા છોડીને, તમારી મુસાફરીનો આનંદ માણો.

ટ્રિપ ડીલે ડિલાઇટ

શું મુસાફરીમાં વિલંબ થવાથી તમને ક્યારેય પણ ખુશી થઈ શકે?? જો તમારી પાસે અમારું ટ્રિપ ડિલે ડિલાઇટ કવર હોય તો કેમ નહીં, જે ફ્લાઇટમાં વિલંબ માટે ઑટોમેટિક રીતે વળતર પ્રદાન કરે છે અને તમને તમારા પ્રિયજનો સાથે વધુ ક્વૉલિટી સમય ગાળવા સક્ષમ બનાવે છે. આ સુવિધા સાથે, અમે તમારી મુસાફરીને લગતી ચિંતાઓની સંભાળ રાખવા માંગીએ છીએ, જેના માટે ઉપયોગી થશે અમારું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવર.

હોમ ઇન્શ્યોરન્સ

ઘર એ કહેવાય જ્યાં તમારું હૃદય વસતું હોય, અને, અમે માનીએ છીએ કે તે તમારા જીવનની ઘણી મોટી બચત પણ તેમાં રોકાયેલ હોય છે. જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં તમારા ઘરને નુકસાન પહોંચે તો અમે તમને ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત કરીને તમારી મિલકતની સંભાળ લેવા માંગીએ છીએ. અમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી કવર, માત્ર તમારા ઘરના સ્ટ્રક્ચર અને કન્ટેન્ટને જ નહીં, પરંતુ તમારા પાળતું પ્રાણીઓ, વૉલેટ, એટીએમ ઉપાડ અને ભાડાની નુકસાનીની પરિસ્થિતિઓને પણ કવર કરે છે. અમે તમારા ઘરની પ્રત્યેક દિવાલને કવર કરીએ છીએ

વ્યક્તિગત સાઇબર સેફ ઇન્શ્યોરન્સ

અમે માત્ર પ્રત્યક્ષ દુનિયામાં જ નહીં પરંતુ ઇન્ટરનેટની વર્ચ્યુઅલ દુનિયામાં પણ તમારી સંભાળ લઈએ છીએ. અમે જાણીએ છીએ કે તમને ઑનલાઇન સોશિયલ રહેવાનું અને ઑનલાઇન શૉપિંગ કરવાનું ખૂબ ગમે છે. પરંતુ, અમે જાણીએ છીએ કે સાઇબર-હુમલાના ભોગ બનવાનું જોખમ તમને ચિંતાતુર બનાવે છે. ચિંતા ન કરો અને તમારા ઇન્ટરનેટ બ્રાઉઝિંગનો આનંદ માણો કારણ કે અમે અમારા સાઇબર સેફ ઇન્શ્યોરન્સ પ્લાન અને તમારા ક્લેઇમને ઝડપથી નોંધવામાં અને નિકાલ કરવામાં મદદ કરીએ છીએ.

'ગ્રાહક પ્રથમ અભિગમ ધરાવતી કંપની' બનવાની હોડમાં ખરા ઉતરીએ છીએ, અમે તમને જણાવવા માંગીએ છીએ કે અમે કેરિંગલી યોર્સ છીએ. અમારું લક્ષ્ય તમારી સાથે જોડાઈને તમારી ચિંતાઓને સ્મિતમાં ફેરવવાનું છે.

સો વાતની એક વાત

અમારો નવો બ્રાન્ડ એસેન્સ તમને એક વચન આપે છે કે અમે હંમેશા તમારી સંભાળ રાખીશું અને અમારી સર્વિસ દ્વારા તમારા જીવનમાં વેલ્યૂ ઉમેરીશું. સાઇબર, ટ્રાવેલ, હોમ, મોટર, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણો વિશે જાણો અને આજે જ ઇન્શ્યોરન્સ મેળવો!

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!